SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ (૫ હાથ), ૩ ચાદર (પછેડી, સાધ્વી ૪ પછેડી રાખે), કાષ્ટ, તુંબી કે માટીનાં પાત્ર, ૧ આસન, ૧ સંસ્તા૨ક (૨॥ હાથ લાંબું બિછાવવાનું કપડું) તથા જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ નિમિત્તે જરૂ૨ી વસ્તુઓ. (ક્રમશઃ અનુક્રમથી પ્રતિલેખન કરે). (૧) દ્રવ્યથી ઉ૫૨નાં ઉપકરણો યત્નાથી લે, મૂકે અને વાપરે. (૨) ક્ષેત્રથી વ્યવસ્થિત રાખે, જ્યાં ત્યાં વીંખણ પીંખણ ન રાખે. (૩) કાળથી બન્ને વખત (૧લા અને ૪થા પહોરમાં) પડિલેહણ, પુંજન કરે. પહેલા પહોરના ચોથા ભાગે અને ચોથા પહોરના છેલ્લા ચોથા ભાગે કરે. (૪) ભાવથી મમતા રહિત સંયમ સાધન સમજીને ભોગવે. (૫) ઉચ્ચાર પાસવણ ખેલ જલ્ર સિંઘાણ પારિજ્ઞાવણિયા સમિતિ : ના ૪ ભેદ. (૧) દ્રવ્યથી મળમૂત્રાદિ ૧૦ પ્રકારના સ્થાન ૫૨ ૫૨ઠે નહિ ૧ માણસોની આવજા થતી હોય ત્યાં, ૨ જીવની ઘાત થાય ત્યાં, ૩ વિષમ ઊંચી નીચી ભૂમિ૫૨, ૪ પોલી ભૂમિ૫૨, ૫ સચિત્ત ભૂમિ૫૨, ૬ સાંકડી (વિશાળ નહિ) ભૂમિમાં, ૭ ત૨તની અચિત્ત ભૂમિપર, ૮ નગરગામની નજીકમાં, ૯ લીલ ફૂગ હોય ત્યાં, ૧૦ જીવોનાં બીલ (દ૨) હોય ત્યાં ન ૫૨ઠે. (૨) ક્ષેત્રથી વસ્તીને દુર્ગંછા થાય ત્યાં કે જાહે૨ રસ્તા પર ન ૫૨ઠે. (૩) કાળથી ૫૨ઠણ ભૂમિને કાળોકાળ પડિલેહિ, પૂંજીને ૫૨ઠે. (૪) ભાવથી ૫૨ઠવા નીકળે ત્યારે 'આવસહી' ૩ વાર કહે. પરઠતાં પહેલાં શક્રેન્દ્ર મહા૨ાજની આજ્ઞા માગે. ચાર આંગુલ ઉ૫૨થી યત્નાપૂર્વક ૫૨ઠે. ૫૨ઠતાં 'વોસિરે' ૩ વા૨ કહે. ૫૨ઠીને આવતાં 'નિસ્સહી' ૩ વાર કહે. જલ્દી સૂકાઈ જાય તેમ ૫૨હે. હવે ત્રણ ગુપ્તિના ચાર ચાર ભેદ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy