________________
સંજયા
૫૦૭
૨. છેદોપસ્થાપનીય ચારિત્ર – (જે ચારિત્રમાં પૂર્વપર્યાયનો છેદ કરી મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે.) તેના બે ભેદ. (અ) સાતિચાર – પૂર્વ સંયમમાં દોષ લાગવાથી નવી દીક્ષા લે તે.
(બ) નિરતિચાર – શાસન કે સંપ્રદાય બદલીને ફ૨ી દીક્ષા લે. જેમ પાર્શ્વનાથના શાસનના સાધુ મહાવીર પ્રભુના શાસનમાં દીક્ષા લે. તેમજ ઈત્વરિક સામાયિક ચારિત્રી સાધુને (નવ દીક્ષિતને) જે મહાવ્રતોનું આરોપણ ક૨ાય છે તે નિરતિચાર હોય છે.
૩. પરિહારવિશુદ્ધ ચારિત્ર – ૯ – ૯ વર્ષના ૯ જણ દીક્ષા લે, ૨૦ વર્ષ ગુરુ કુલવાસ ક૨ીને જ. ૯ પૂર્વની ત્રીજી આચાર વત્યુ, ૩. ૧૦ પૂર્વ ભણે. પછી ગુરુઆજ્ઞાએ વિશેષ ગુણ પ્રાપ્તિ માટે નવેય સાધુઓ પરિહારવિશુદ્ધ ચારિત્ર લે. તેમાં છ માસ સુધી ૪ મુનિ તપ કરે, ૪ મુનિ વૈયાવચ્ચ કરે, ૧ મુનિ વ્યાખ્યાન વાંચે. બીજા છ માસમાં ૪ વૈયાવચ્ચી મુનિ તપ કરે, ૪ તપ કરનારા વૈયાવચ્ચ કરે, ૧ મુનિ વ્યાખ્યાન વાંચે. ત્રીજા છ માસમાં ૧ વ્યાખ્યાન વાંચનાર તપ કરે, ૧ વ્યાખ્યાન વાંચે અને ૭ મુનિ વૈયાવચ્ચ કરે. તપશ્ચર્યામાં ઉનાળે ૧-૨-૩ ઉપવાસ, શિયાળે ૨-૩-૪ ઉપવાસ, ચોમાસે ૩-૪-૫ ઉપવાસ કરે. એમ ૧૮ માસ તપ કરીને જીનકલ્પી થાય અથવા ફરી ગુરુકુલવાસ સ્વીકારે અથવા પરિહાર વિશુદ્ધ કલ્પ ફરી ચાલુ કરે. આ ચારિત્ર છંદોપસ્થાપનીય વાળાને જ હોય. તેના બે ભેદ.
(i) નિર્વિશ માનક તપ કરનારા, (ii) નિર્વિશ કાયિક – વૈયાવચ્ચ કરનારા.
૪. સૂક્ષ્મસંપ૨ાય ચારિત્ર- તેના ૨ ભેદ.
(અ) સંકલેશ પરિણામ – તે ઉપશમ શ્રેણીથી પડનારા,
---
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org