________________
૪૭૪)(E ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ
૩૧. અલ્પબહુત દ્વાર : દ્રવ્ય અપેક્ષા - ધર્મ, અધર્મ, આકાશ પરસ્પર તુલ્ય છે. તેથી જીવ દ્રવ્ય અનંતગુણા, તેથી પુદ્ગલ દ્રવ્ય અનંતગુણા, તેથી કાળ અનંતો છે.
પ્રદેશ અપેક્ષા અલ્પબદુત્વ – સર્વથી થોડા ધર્મ, અધર્મના પ્રદેશ. તેથી જીવના પ્રદેશ અનંતગુણા, તેથી પુદ્ગલના પ્રદેશ અનંતગુણો, તેથી કાળ દ્રવ્યના પ્રદેશ અનંતગુણા, તેથી આકાશના પ્રદેશ અનંતગુણા.
દ્રવ્ય અને પ્રદેશનો સાથે અલ્પબદુત્વ - સૌથી થોડા ધર્મ, અધર્મ, આકાશના (પરસ્પર તુલ્ય) દ્રવ્ય, તેથી ધર્મ, અધર્મના પ્રદેશ અસંખ્યાતગુણા (પરસ્પર તુલ્ય), તેથી જીવ દ્રવ્ય અનંતગુણા, તેથી જીવના પ્રદેશ અસંખ્યાતગુણા, તેથી પુદ્ગલના દ્રવ્ય અનંતગુણા, તેથી પુદ્ગલના પ્રદેશ અસંખ્યાતગુણા, તેથી કાળના દ્રવ્ય અને પ્રદેશ (પરસ્પર તુલ્ય) અનંતગુણા, તેથી આકાશના પ્રદેશ અનંતગુણા.
ઇતિ પદ્રવ્ય પર ૩૧ દ્વાર સંપૂર્ણ.
SિE (પ૭. ચાર ધ્યાન) જિલી
ઠાણાંગ સૂત્ર ૪, ઉ. ૧ તથા ઉવવાઈ સૂત્ર કોઈપણ એક જ વિષય પર મનની એકાગ્રતા કરવી તેને ધ્યાન કહે છે. ધ્યાનનાં ૪ પ્રકાર છે. ૧. આર્તધ્યાન, ૨. રૌદ્રધ્યાન, 3. ધર્મધ્યાન અને ૪. શુક્લધ્યાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org