________________
૦૪]ી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ દ્રાક્ષનો રસ, જેવો દૂધનો રસ, જેવો સાકરનો રસ, એથી અનંતગુણો અધિક મીઠો રસ.
૪. ગંધ દ્વાર : ૧. જેવી ગાયના મડાની (મૃત કલેવરની), કૂતરાના મડાની, સર્પના મડાની એથી અનંતગુણી અધિક અપ્રશસ્ત, પ્રથમ ત્રણ માઠી વેશ્યાની ગંધ જાણવી. જેવો કપુર, કેવડો, પ્રમુખ સુગંધી પદાર્થ વાટતાં (ઘુંટતાં) જેવી સુગંધ નીકળે તે કરતાં અનંતગુણી અધિક પ્રશસ્ત ત્રણ સારી લેશ્યાની ગંધ જાણવી.
૫. સ્પર્શ દ્વાર : જેવી કરવતની ધાર, જેવી ગાયની જીભ, જેવું મુંઝનું તથા વાંસનું પાન તે કરતાં અનંત ગુણો માઠો અપ્રશસ્ત લેશ્યાનો કર્કશ સ્પર્શ જાણવો. જેવી બુર નામે વનસ્પતિ, જેવું માખણ, જેવાં સરસવના ફૂલ, જેવું મખમલ, એ કરતાં અનંત ગુણો અધિક પ્રશસ્ત લશ્યાનો સ્પર્શ સુંવાળો જાણવો.
૬. પરિણામ દ્વાર : વેશ્યા ત્રણ પ્રકારે પરિણમે. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ તથા નવ પ્રકારે પરિણમે. તે ઉપર ત્રણ કહી તેના એકેકના ત્રણ ભેદ થાય. જેમકે જઘન્યનો જઘન્ય, જઘન્યનો મધ્યમ, જઘન્યનો ઉત્કૃષ્ટ એ રીતે દરેકના ત્રણ ત્રણ ભેદ કરતા નવ ભેદ થાય. એમ નવના સત્તાવીસ ભેદ થાય, સત્તાવીસના એકાસી અને એકાસીના બસો ને તેંતાલીસ ભેદ થાય એટલા ભેદે વેશ્યા પરિણમે.
૭. લક્ષણ દ્વાર : ૧. કૃષ્ણ વેશ્યાનું લક્ષણ - પાંચ આશ્રવનો સેવનાર, ત્રણ અગુપ્તિવંત, છકાય જીવનો હિંસક, આરંભનો તીવ્ર પરિણામી તથા ષી, પાપ કરવામાં સાહસિક, કઠોર પરિણામી, જીવહિંસા સુગ રહિત કરનાર, અજીતેન્દ્રિય એવા જોગે કરી સહિત હોય. ૨: નીલ લેગ્યાનું લક્ષણ – ઈષ્યવંત (કદાગ્રહી), મૂર્નવંત, તપ રહિત, માયાવી, પાપ કરતાં લાજે નહીં, વૃદ્ધ, ધૂતારો, પ્રમાદી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org