SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ | દિoa] છ વેશ્યા ૨. નીલ લશ્યાનો વર્ણ – જેવો અશોકવૃક્ષ નીલો, જેવી ચાસ પક્ષીની પાંખ, વૈડુર્ય રત્ન એથી અનંત ગુણો નીલ વેશ્યાનો નીલો વર્ણ છે. ૩. કાપોત વેશ્યાનો વર્ણ – જેવાં અળશીનાં ફૂલ, જેવી કોયલની પાંખ, જેવી પારેવાની ડોક કાંઈક રાતી કાંઈક કાળી, એ કરતાં અનંતગુણો અધિક વર્ણ કાપાત લેશ્યાનો છે. ' ૪. તેજો વેશ્યાનો વર્ણ – જેવો ઉગતો સૂર્ય રાતો, જેવી સુડાની ચાંચ, જેવી દીવાની શીખા એ કરતાં અનંતગુણો અધિક રાતો. - પ. પદ્મ લેશ્યાનો વર્ણ – જેવી હરતાળ, જેવી હળદર, જેવાં શણનાં ફૂલ, એ કરતાં અનંતગુણો અધિક પીળો. ૬. શુક્લ લશ્યાનો વર્ણ – જેવો શંખ, જેવું અંતરત્ન, જેવું મોગરાનું ફૂલ, જેવું ગાયનું દૂધ, જેવો રૂપાનો હાર એ કરતાં અનંત ગુણો અધિક શ્વેત વર્ણ છે. ૩. રસનો દ્વાર : ૧. કૃષ્ણ વેશ્યાનો રસ – જેવું કડવું તુંબડું, જેવો કડવો લીંબડાનો રસ, જેવો રોહિણી નામે વનસ્પતિનો રસ, એથી અનંતગુણો અધિક કડવો રસ. ૨. નીલ લશ્યાનો રસ – જેવો સૂંઠનો તીખો રસ, જેવો પીપર, મરીનો રસ, એથી અનંતગુણો અધિક તીખો રસ. ૩. કાપોત લેશ્યાનો રસ – જેવો કૂણી કાચી કેરીનો રસ, જેવી કાચા કોઠાંનો રસ, એથી અનંતગુણો અધિક ખાટો રસ. ૪. તેજો વેશ્યાનો રસ – જેવો પાકા આંબાનો રસ, જેવો પાકા કોઠાનો રસ, એથી અનંતગુણો કાંઈક ખાટો ને કાંઈક મીઠો રસ. ૫. પદ્મ લેશ્યાનો રસ – જેવો વારૂણીનો રસ, જેવો આસવ (દ્રાક્ષાસવ) નો રસ, જેવો મધુનો રસ એથી અનંતગુણો અધિક મધુરો રસ. ૬. શુક્લ લશ્યાનો રસ – જેવો ખજુરનો રસ, જેવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy