SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ છ લેશ્યા ૪૦૫ ૨સનો લોલુપી, માયાનો ગવેષ, આરંભનો અત્યાગી, પાપને વિષે સાહિસક હોય. ૩. કાપોત લેશ્યાના લક્ષણ – વાંકાબોલો, વાંકા કામ કરનાર, માયા ક૨ીને હરખાય, સ૨ળપણા રહિત, મોઢે જુદો અને પૂંઠે જુદો, મિથ્યા ખોટા વચનનો બોલનાર, ચોરી, મત્સરનો ક૨ના૨ હોય. ૪. તેજો લેશ્યાના લક્ષણ – મર્યાદાવંત, માયા રહિત, ચપળપણા રહિત, કુતૂહલ રહિત, વિનયવંત, દમિતેન્દ્રિય, શુભ જોગવંત, ઉપધાન તપ સહિત, દૃઢ ધર્મા, પ્રિય ધર્મો, પાપ થકી બીએ. ૫. પદ્મ લેશ્યાના લક્ષણ – ક્રોધ, માન, માયા, લોભ પાતળા કર્યા છે, પ્રશાંત ચિત્ત, આત્માનો દમણહાર, યોગ ઉપધાન સહિત હોય, થોડા બોલો, ઉપશાંત, જીતેન્દ્રિય. ૬. શુક્લ લેશ્યાના લક્ષણ અતિ આર્ત્તધ્યાન, રૌદ્રધ્યાનથી રહિત હોય, ધર્મધ્યાન, શુક્લધ્યાન સહિત દશ પ્રકારની ચિત્ત સમાધિએ કરી સહિત, આત્માનો દમણહાર ઇત્યાદિ. ૮. સ્થાનક દ્વાર : અસંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણીના જેટલા સમય થાય તથા અસંખ્યાતા લોકના જેટલા આકાશ પ્રદેશ થાય, એટલા લેશ્યાનાં સ્થાનક જાણવા. ૯. સ્થિતિ દ્વા૨ : સમુચ્ચય છ એ લેશ્માની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની, નીચે ફક્ત ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. ૧. કૃષ્ણ લેશ્યા – ૩૩ સાગરોપમને અંતર્મુહૂર્ત અધિક. - ૨. નીલ લેશ્યા – ૧૦ સાગરને પલ્યનો અસંખ્યાતમો ભાગ અધિક, ૩. કાપોત લેશ્યા – ૩ સાગ૨ને પલ્યનો અસંખ્યાતમો ભાગ અધિક. ૪. તેજો લેશ્યા – બે સાગરને પલ્યનો અસંખ્યાતમો ભાગ અધિક. ૫. પદ્મ લેશ્યા – ૧૦ સાગરોપમને અંતર્મુહૂર્ત અધિક. ૬. શુક્લ લેશ્યા – ૩૩ સાગરોપમને અંતર્મુહૂર્ત અધિક. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy