________________
૩૯૨J
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ અસંખ્યાતમો ભાગ, ઉ. ત્રણ પ્રકારનું દેખે. ઊંચું પોતાના વિમાનની ધ્વજા સુધી, નીચું પહેલી નરકના તળા સુધી, ત્રીજું પલ્યના આયુષ્યવાળા સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે અને સાગરના આયુષ્યવાળા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે. ત્રીજા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતા ઊંચું પોતપોતાના વિમાનની ધ્વજા સુધી દેખે. ત્રીજું અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે. નીચું ત્રીજા ચોથા દેવલોકના દેવો બીજી નરકના તળા સુધી, પાંચમા છઠ્ઠા દેવલોકના દેવો ત્રીજી નરકના તળા સુધી, સાતમા આઠમા દેવલોકના દેવો ચોથી નરકના તળા સુધી, નવથી બાર દેવલોકના દેવો પાંચમી નરકના તળા સુધી, નવ રૈવેયકના દેવો છઠ્ઠી નરકના તળા સુધી, પ્રથમ ચાર અનુત્તર વિમાનના દેવો સાતમી નરકના તાળા સુધી અને સર્વાર્થસિદ્ધના દેવતા દેશે ઊણી લોકનાલિકા (૧૪ રાજલોકો સુધી દેખે. તિર્યંચ જ. આંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉ. અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે. મનુષ્યને જ. આંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉ. આખા લોક અને અલોકમાં લોક જેવડા અસંખ્યાતા ખંડ જોવાની શક્તિ છે.
૩. સંડાણ દ્વાર : નારકી, ત્રાપાને આકારે દેખે. ભવનપતિ, પાલાને આકારે દેખે. વાણવ્યંતર પડહને આકારે દેખે. જ્યોતિષી, ઝાલરને આકારે દેખે. બાર દેવલોકના દેવતા, મૃદંગને આકાર દેખે. નવ રૈવેયકના દેવતા ફૂલની ચંગેરીના આકારે દેખે. અનુત્તર વિમાનના દેવતા, કુંવારી કન્યાના કંચવાને આકારે દેખે.
૪. આત્યંતર અને બાહ્ય દ્વાર : નારકી દેવતા આત્યંતર દેખે, તિર્યંચ બાહ્ય દેખે, મનુષ્ય આત્યંતર અને બાહ્ય દેખે, કારણ કે તીર્થંકર દેવને અવધિજ્ઞાન સાથે જ હોય છે.
૫. દેશ અને સર્વથકી ઠાર : નારકી, તિર્યંચ અને દેવતા દેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org