________________
:
અવધિ પદ
ફિ૯૧) ૩૪. અવધિ પદો
પન્નવણા સૂત્ર પદ ૩૩ દશ દ્વારના નામઃ ૧. ભેદ દ્વાર, ૨. વિષય દ્વાર, ૩. સંડાણ દ્વાર, ૪. આત્યંતર અને બાહ્ય દ્વાર, પ.દેશ થકી અને સર્વ થકી, ૬. અણુગામી, ૭. હિયમાન અને વર્ધમાન, ૮. અવઢીયા, ૯. પડિવાઇ, ૧૦. અપડિવાઈ.
૧. ભેદ દ્વાર : તેમાં નારકી અને દેવતા ભવ પ્રત્યે દેખે એટલે ઉપજતી વખતે સાથે અવધિજ્ઞાન હોય છે. તિર્યંચ અને મનુષ્ય ક્ષયોપશમ પ્રમાણે દેખે.
૨. વિષય દ્વાર : પ્રથમ નરકના નારકી જઘન્ય સાડાત્રણ ગાઉ, દેખે ઉત્કૃષ્ટ ચાર ગાઉ દેખે. બીજી નરકનાં નારકી જ. ત્રણ ગાઉ, ઉ. સાડા ત્રણ ગાઉ દેખે. ત્રીજી નરકના નારકી જ. અઢી ગાલ, ઉ. ત્રણ ગાઉ દેખે. ચોથી નરકના નારકી જ. બે ગાઉ, ઉ. અઢી ગાઉ દેખે. પાંચમી નરકના નારકી જ. દોઢ ગાઉ, ઉ. બે ગાઉ દેખે. છઠ્ઠી નરકના નારકી જ. એક ગાઉ, ઉ. દોઢ ગાઉ દેખે. સાતમી નરકના નારકી જ. અડધો ગાઉ, ઉત્કૃષ્ટ એક ગાઉ દેખે. અસુરકુમાર (ભવનપતિ) જ. ૨૫ જોજન સુધી દેખે, ઉ. ત્રણ પ્રકારનું દેખે. ઊંચું પહેલા બીજા દેવલોક સુધી, નીચું ત્રીજી નરકના તળા સુધી, અને ત્રીજું પત્યના આયુષ્યવાળા સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે અને સાગરના આયુષ્યવાળા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે. નવ નિકાયના દેવો તથા વાણવ્યંતર દેવો જ. ૨૫ જોજન, ઉ. ત્રણ પ્રકારનું દેખે. ઊંચું પહેલા દેવલોક સુધી, નીચું પાતાળ કળશા સુધી, ત્રીજું સંખ્યાત દ્વીપ સમુદ્ર સુધી દેખે. જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકના દેવતા જ. આંગુલનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org