________________
૩૬૮
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ
માતા જે આહા૨ ક૨ે છે તેનો એક ભાગ આહાર લે છે અને પરિણમાવે છે. બીજી એક "પુત્રજીવ ૨સહરણી'' નામની નાડી હોય છે. જે પુત્ર સાથે ગાઢરૂપથી અને માતા સાથે જોડાયેલી હોય છે. એ નાડી દ્વારા ગર્ભસ્થ જીવ આહા૨નો ચય, ઉપચય કરીને પુષ્ટિ પામે છે. સાત ધાતુ નીપજાવે છે રસી, લોહી, માંસ, હાડ, હાડની મજ્જા, ચર્મ, વીર્ય -- નસાજાળ. એ સાતે મળીને બીજી શ૨ી૨ પર્યાપ્તિ બંધાય છે. પછી તે આહા૨ શ્રોત્રેન્દ્રિય આદિ રૂપમાં પરિણમે છે તેથી ગર્ભગત જીવને મળ, મૂત્ર, કફ, નાકનો મેલ, વમન, પિત્ત, ઉધરસ, છીંક, બગાસું, ઓડકાર વગે૨ે હોતા નથી. તે કવળ આહાર કરતો નથી પરંતુ સર્વાત્મ રૂપથી (સર્વ શ૨ી૨થી) આહાર ક૨ે છે, સર્વ આત્મથી પરિણમાવે છે. સર્વ આત્મથી ઉચ્છવાસ લે છે, સર્વ આત્મથી નિઃશ્વાસ લે છે. વારંવાર આહાર કરે છે, વારંવાર આહાર પરિણમાવે છે. વારંવાર ઉચ્છવાસ લે છે, વારંવા૨ નિઃશ્વાસ લે છે. આમ છ પર્યાપ્તિ બંધાયા પછી તે બીજક સાત દિવસમાં ચોખાના ધોવાણ જેવો તોલદા૨, ચૌદમા દિવસ સુધીમાં પાણીના ૫૨પોટા જેવો, એકવીસમા દિવસ સુધીમાં નાકના શ્લેષ્મ જેવો અને અઠ્ઠાવીસમા દિવસ સુધીમાં અડતાલીસ માસા જેટલો વજનદાર થાય છે. પૂર્વે મહિને બોરના ઠળીયા જેવડો અથવા નાની કેરીની ગોટલી જેવડો થાય છે. તેનું વજન એક કરખણ ઉણો એક પળનું થાય છે. તે પળ એને કહેવાય છે કે, સોળ માસાનું એક કરખણ, તેવા ચાર કખણના તોલને એક પળ કહેવાય છે. બીજે માસે કાચી કેરી જેવો અને ત્રીજે માસે પાકી કેરી જેવો થાય છે. તે વખતથી ગર્ભ પ્રમાણે માતાને ડહોળા (દોહદ-ભાવ) થાય છે. અર્થાત્ સા૨ા ગર્ભથી ઊંચા અને નરસા ગર્ભથી નીચા મનોરથ થાય છે અને તે કર્મ પ્રમાણે ફળે છે. તે ઉ૫૨થી સારા નરસા ગર્ભની
Jain Education International
For Private & Personal Use Only www.jainelibrary.org