SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદાસી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ થાય છે. એવા બીજકનો નાશ થાય છે. તેનાં શરીરમાં ઝેરી જીવો ઉપજે છે, તેના ડંખથી વિકાર વધે છે. તેથી તે સ્ત્રી દેવ, ગુરુ, ધર્મ, કુળ ની મર્યાદા તથા શિયળવતને લાયક રહી શકતી નથી. તેવી બીજકભંગ સ્ત્રીનો સ્વભાવ નિર્દય અને અસત્યવાદી હોય છે. - જે સ્ત્રી દયાળુ અને સત્યવાદી હોય તે સ્ત્રી કામવાસનાને કજો રાખે છે. તે સ્ત્રી પુત્ર, પુત્રીનું સારૂં ફળ પામે છે. એકલા રૂધીરથી કે એકલા બિંદુથી પ્રજા પ્રાપ્ત થતી નથી, તેમ જ ઋતુના રૂધીર સિવાય બીજા રૂધીર, પ્રજા પ્રાપ્તિને કામે આવતાં નથી. એક ગ્રંથકાર કહે છે કે સૂક્ષ્મ રીતે સોળ દિવસ ઋતુસ્ત્રાવ રહે છે. તે રોગીને નહિ પણ નિરોગી શરીરવાળી સ્ત્રીને તેમ થાય છે અને તે પ્રજાપ્રાપ્તિને લાયક કહેવાય છે. તે સોળમાંથી પહેલા ત્રણ દિવસને ગ્રંથકારો નિષેધે છે, તેવો નીતિ માર્ગનો ન્યાય છે અને તે ન્યાય પુણ્યાત્મા જીવો કબૂલ રાખે છે. બીજે મતે ચાર દિવસનો નિષેધ છે કારણકે, ચોથે દિવસે ઉગેલો જીવ થોડા જ વખતમાં મરે છે. તે જીવે તો શક્તિહીન થાય અને માબાપને બોજારૂપ નીવડે છે. પાંચમાથી સોળમા સુધીના દિવસો નીતિશાસ્ત્રના ન્યાય મુજબ ગર્ભાધાન સંસ્કારના ગણાય છે. તેમાંનું એક પછી એક બાળ બીજક પડતા ચડતું, બળિયાવર, રૂપમાં, તેજમાં, બુદ્ધિમાં વગેરે સર્વ સંસ્કારોમાં શ્રેષ્ઠ તથા દીર્ધાયુષ્યવાળું અને કુટુંબપાલક નીવડે છે. પાંચથી સોળમી સુધીની અગિયાર રાત્રી છે તેમાંથી છઠ્ઠી, આઠમી, દશમી, બારમી અને ચૌદમી એ પાંચ બેકીની રાત્રીનો બીજક બહુવચને પુત્રીરૂપ ફળ આપે છે. તેમાં વિશેષ એ છે કે પાંચમી રાત્રીમાં ઉપજેલી પુત્રી જન્મવા પછી ઘણી પુત્રીઓની માતા થાય છે. પાંચમી, સાતમી, નવમી, અગિયારમી, તેરમી અને પંદરમી એ એકીની રાત્રીનો બીજક બદ્ધચને પુત્રરૂપે જન્મીને બહાર આવે છે અને તે ઉપર કહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy