________________
શ્રી પાંચ જ્ઞાન
નિરિ૪૫] ૧૦. ક્ષેત્રથી ભરત ક્ષેત્ર પ્રમાણે ક્ષેત્રના ભાવ જાણે દેખે, તે કાળથી પક્ષ (અર્ધ માસ) પૂર્ણની વાત જાણે દેખે.
૧૧. ક્ષેત્રથી જંબુદ્વીપ પ્રમાણ ક્ષેત્રની વાત જાણે દેખે, તે કાળથી એક માસ ઝાઝેરાની વાત જાણે દેખે.
૧૨. ક્ષેત્રથી અઢીદ્વીપની વાત જાણે દેખે, તે કાળથી એક વર્ષની વાત જાણે દેખે.
૧૩. ક્ષેત્રથી પંદરમા રૂચક દ્વીપ સુધી જાણે દેખે, તે કાળથી પૃથક વર્ષની વાત જાણે દેખે.
૧૪. ક્ષેત્રથી સંખ્યાતા દ્વીપ સમુદ્રની વાત જાણે દેખે, તે કાળથી સંખ્યાતા કાળની વાત જાણે દેખે.
૧૫. ક્ષેત્રથી સંખ્યાતા તથા અસંખ્યાતા દ્વીપ સમુદ્રની વાત જાણે દેખે, તે કાળથી અસંખ્યાતા કાળની વાત જાણે દેખે. એ પ્રમાણે ઉર્ધ્વલોક, અધોલોક, તિર્યલોક એ ત્રણે લોકમાં વધતાં વર્ધમાન પરિણામે અલોકમાં અસંખ્યાતા લોક પ્રમાણે ખંડો જાણવાની શક્તિ પ્રગટ થાય. એ વર્ધમાનક અવધિજ્ઞાન.
(૪) હિયમાનક અવધિજ્ઞાન- તે અપ્રશસ્ત લશ્યાના પરિણામે કરી અશુભ ધ્યાને કરી અવિશુદ્ધ ચારિત્રના પરિણામથી (ચારિત્રના મલિનપણાથી) અવધિજ્ઞાનની હાનિ થાય, થોડે થોડે ઘટતું જાય તેને હિયમાનક અવધિજ્ઞાન કહીએ.
(૫) પ્રતિપાતિ અવધિજ્ઞાન – જે અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે તે એક વખતે જ નાશ પામે તે જઘન્ય ૧. આંગુલનો અસંખ્યાતમો ભાગ, ૨. આંગુલની સંખ્યાતમો ભાગ, ૩. વાલાગ, ૪. પૃથફ વાલાગ, ૫ સિંખ, ૬ પૃથફ લિંખ, ઘૂંકા (જ), ૮. પૃથફ જૂ. ૯. જવ, ૧૦. પૃથફ જવ, ૧૧. આંગુલ, ૧૨. પૃથફ આંગુલ, ૧૩. પગ, ૧૪. પૃથફ પગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org