SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ અનંત અનંત કાળચક્ર જાય તો પણ પૂર્ણ થાય નહિ (ખૂટે નહિ). એવો દ્રવ્યથી ભાવ સૂક્ષ્મ છે. ૧. કાળને ચણાની ઉપમા. ૨. ક્ષેત્રને જારની ઉપમા. ૩. દ્રવ્યને તલની ઉપમા. ૪. ભાવને ખસખસની ઉપમા સમજવાને આપી છે. પૂર્વે ચાર પ્રકારની વૃદ્ધિની રીત કહી તેમાં ક્ષેત્રથી અને કાળથી કેવી રીતે જ્ઞાન વર્ધમાન થાય તે કહે છે.. ૧. ક્ષેત્રથી આંગુલનો અસંખ્યાતમો ભાગ જાણે દેખે તે કાળથી આવલિકાના અસંખ્યાતમા ભાગની વાત અતીત, અનાગત જાણે દેખે. ૨. ક્ષેત્રથી આંગુલનો સંખ્યાતમો ભાગ જાણે દેખે તે કાળથી આવલિકાના સંખ્યાતમા ભાગની વાત અતીત, અનાગત જાણે દેખે. ૩. ક્ષેત્રથી એક આંગુલ માત્ર ક્ષેત્ર જાણે દેખે, તે કાળથી આવલિકામાં કાંઈક ન્યૂન જાણે દેખે. ૪. ક્ષેત્રથી પૃથક (બે થી નવ) આંગુલની વાત જાણે દેખે તે કાળથી આવલિકા સંપૂર્ણ કાળની વાત અતીત, અનાગત જાણે દેખે. ૫. ક્ષેત્રથી એક હાથે પ્રમાણે જાણે દેખે, તે કાળથી અંતર્મુહૂર્ત (મુહૂર્તમાં ન્યૂન) કાળની વાત અતીત, અનાગત જાણે દેખે. ૬. ક્ષેત્રથી ધનુષ્ય પ્રમાણે ક્ષેત્ર જાણે દેખે, તે કાળથી પ્રત્યેક મુહૂર્તની વાત જાણે દેખે. ૭. ક્ષેત્રથી ગાઉ પ્રમાણ ક્ષેત્ર જાણે દેખે, તે કાળથી એક દિવસમાં કાંઈક ન્યૂન વાત જાણે દેખે. ૮. ક્ષેત્રથી એક યોજન પ્રમાણ ક્ષેત્ર જાણે દેખે, તે કાળથી પ્રત્યેક દિવસની વાત જાણે દેખે. ૯. ક્ષેત્રથી પચ્ચીસ યોજના ક્ષેત્રના ભાવ જાણે દેખે, તે કાળથી પક્ષમાં ન્યૂનની વાત જાણે દેખે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy