SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાંચ જ્ઞાન ીિરિ૪૩] કાળ એટલો સૂક્ષ્મ છે. ૧. તેથી ક્ષેત્ર અસંખ્યાતાગણું સૂક્ષ્મ છે. જેમ એક આંગુલ પ્રમાણે ક્ષેત્રમાં અસંખ્યાતી શ્રેણી છે. એ કેકી શ્રેણીમાં અસંખ્યાતા આકાશ પ્રદેશ છે. સમય સમય પ્રતિ એક એક આકાશ પ્રદેશ જો અપહરાય તો તેટલામાં અસંખ્યાતા કાળચક્ર વહી જાય તો પણ એક શ્રેણી પૂર્ણ થાય નહી એવું ક્ષેત્ર સૂક્ષ્મ છે. ૨. તેથી દ્રવ્ય અનંતગુણ સૂક્ષ્મ છે. એક આંગુલ પ્રમાણે ક્ષેત્રમાં અસંખ્યાત શ્રેણી લઈએ. આંગુલ પ્રમાણે લાંબી ને એક પ્રદેશ પ્રમાણે પહોળી તેમાં અસંખ્યાતા આકાશ પ્રદેશ છે. એકેક આકાશ પ્રદેશ ઉપર અનંત પરમાણુઓ તથા દ્વિપ્રદેશી, ત્રિપદેશી યાવત અનંતપ્રદેશી સ્કંધ પ્રમુખ પ્રદેશો છે. તે દ્રવ્યમાંથી સમય સમય પ્રતિ એકેક દ્રવ્ય અપહરતાં અનંત કાળચક્ર થાય તો પણ ખૂટે નહિ, એવું દ્રવ્ય, ક્ષેત્રથી સૂક્ષ્મ છે. ૩ દ્રવ્યથી ભાવ અનંતગુણ સૂક્ષ્મ છે. પૂર્વોક્ત શ્રેણીમાં જે દ્રવ્યો કહ્યા છે તે દ્રવ્યોમાં એકેક દ્રવ્યમાં અનંત પર્યવ (ભાવ) છે. તે જેમ એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ, બે સ્પર્શ છે. તેમાં એક વર્ણમાં અનંત પર્યવ છે. તે એક ગુણ કાળો, દ્વિગુણ કાળો, ત્રિગુણ કાળો યાવત્ અનંતગુણ કાળો છે. એમ પાંચે બોલમાં અનંત પર્યવ છે. એમ પાંચે વર્ણમાં, બે ગંધમાં, પાંચ રસમાં અને આઠ સ્પર્શમાં અનંત પર્યવ છે. ક્રિપ્રદેશી સ્કંધમાં ૨ વર્ણ, ૨ ગંધ, ૨ રસ, ૪ સ્પર્શ છે. એ દશ ભેદમાં પણ પૂર્વોક્ત રીતિએ અનંત પર્યવ છે. એમ સર્વ દ્રવ્યમાં પર્યવની ભાવના કરવી. એમ સર્વ દ્રવ્યના પર્યવ એકઠાં કરીએ પછી સમય સમય પ્રતિ એકેક પર્યવને અપહરતાં અનંત કાળચક્ર થાય ત્યારે પરમાણુ દ્રવ્યના પર્યવ પૂરા થાય એમ દ્વિપદેશી ઢંધોના પર્યવ, ત્રિપ્રદેશી ઢંધોના પર્યવ યાવત અનંત પ્રદેશ સ્કંધોના પર્યવ અપહરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy