________________
કિ
ર૩૯)
શ્રી પાંચ જ્ઞાન આવરણનો ઉદય થયા છતાં પણ ચૈતન્યપણું સર્વથા આવરાતું (ઢંકાતું) નથી. નિગોદના જીવને પણ અક્ષ રના અનંતમા ભાગે સદાજ્ઞાન ઉઘાડું રહે છે.' (૧૧) ગમિક શ્રત તે બારમું અંગ દૃષ્ટિવાદ, ઘણીવાર સરખા પાઠ આવે માટે. (૧૨) અગમિક શ્રુત તે કાલિક શ્રુત, ૧૧ અંગ, આચારાંગ પ્રમુખ. (૧૩) અંગ પ્રવિષ્ટ શ્રુત– બાર અંગ (આચારાંગ થી દૃષ્ટિવાદ સુધી) સૂત્રમાં તેનો વિસ્તાર ઘણો છે, ત્યાંથી જોવું. (૧૪) અનંગ પ્રવિષ્ટ ચુત – સમુચ્ચય બે પ્રકારે ૧. આવશ્યક. ૨. આવશ્યક વ્યતિરિક્ત. ૧. આવશ્યકના છ અધ્યયન સામાયિક પ્રમુખ. ૨. આવશ્યક વ્યતિરિક્તના બે ભેદ : ૧ કાલિક શ્રુત, ૨. ઉત્કાલિક મૃત.
૧. કાલિક શ્રુતજ – તેના અનેક પ્રકાર છે. તે ઉત્તરાધ્યયન દશા શ્રુતસ્કંધ, બૃહતકલ્પ, વ્યવહાર પ્રમુખ એકત્રીસ સૂત્ર કાલિકનાં નામ નંદીસૂત્ર મધ્યે આપ્યાં છે તથા જે જે તીર્થકરના જેટલા શિષ્ય તેટલા પઇન્ના સિદ્ધાંત જાણવા. જેમ ઋષભદેવના ૭૪,000 પત્રા તથા મધ્ય ૨૨ તીર્થંકરના સંખ્યાતા હજાર પાંત્રા તથા મહાવીર સ્વામીના ૧૪,૦૦૦ પન્ના તથા સર્વ ગણધરના કર્યા તથા પ્રત્યેક બુદ્ધના કર્યા પઇન્ના તે સર્વ કાલિક જાણવા. તે કાલિક શ્રત.
૨. ઉત્કાલિક શ્રુત” – તે અનેક પ્રકારનાં છે. તે દશવૈકાલિક ૧ અથવા સમુચ્ચય બે પ્રકારે શ્રુત કહ્યાં છે. તે અંગપવિઠંચ (અંગપ્રવિષ્ટ) તથા અંગબાહિર (અનંગપ્રવિષ્ટ). ગમિક તથા અગમિકના ભેદમાં સમાવેશ સૂત્રકારે કર્યો છે. મૂળનાં નામ પણ જૂદાં આપ્યાં છે. ૨ પહેલે પહોરે તથા ચોથે પહોરે સ્વાધ્યાય થાય તે કાલિક શ્રુત. ૩ ભગવાનનાં ચાર બુદ્ધિવાળાં શિષ્યોની બનાવેલ રચના. ૪ અસ્વાધ્યાયનો સમય વર્જી ચારે પહર સ્વાધ્યાય થાય તે ઉત્કાલિક શ્રત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org