SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ માયાએ ક૨ી અન્યને પણ પાશમાં નાંખે તથા શુદ્ધ સૂત્રાર્થ ગોપવે તો મહામોહનીય કર્મ બાંધે. ૮. પોતે અનેક ચોરી, બાળઘાત (અન્યાય) પ્રમુખ કર્મ કીધાં હોય તે દોષ નિર્દોષી પુરૂષ ઉપર નાંખે તથા યશસ્વીનો યશ ઘટાડવા માટે અછતું આળ આપે તો મહામોહનીય કર્મ બાંધે. ૯. પ૨ને રૂડું મનાવવા માટે દ્રવ્ય, ભાવથી ઝગડાં (કલેશ) વધા૨વા માટે, જાણતો થકો સભા મધ્યે સત્યમૃષા (મિશ્ર) ભાષા બોલે તો મહામોહનીય કર્મ બાંધે. ૧૦. રાજાનો ભંડા૨ી પ્રમુખ તે રાજા, પ્રધાન તથા સમર્થ કોઈ પુરૂષની લક્ષ્મી પ્રમુખ લેવા ચાહે તથા તેની સ્ત્રી વિણસાડે તથા તેના રાગી પુરૂષોનાં મન ફે૨વે તથા રાજાને રાજ્ય કર્તવ્યથી બહા૨ ક૨ે તો મહામોહનીય કર્મ બાંધે. ૧૧. સ્ત્રીઓને વિષે ગૃદ્ધ થઈ ૫૨ણ્યા છતાં કુમા૨પણાનું (હું કુંવારો છું) બિરૂદ ધ૨ાવે તો મહામોહનીય કર્મ બાંધે. ૧૨. ગાયોની મધ્યે ગદર્ભ માફક સ્ત્રીના વિષય વિષે ગૃદ્ઘ થકો આત્માનું અહિત કરનાર માયાતૃષા બોલે. અબ્રહ્મચારી છતાં બ્રહ્મચારીનું બિરૂદ ધરાવે તો મહામોહનીય કર્મ બાંધે. (લોકમાં ધર્મનો અવિશ્વાસ થાય, ધર્મી ઉ૫૨ પ્રતીતિ ન રહે તે માટે). તે ૧૩. જેની નિશ્રાએ આજીવિકા કરે છે તેની લક્ષ્મીને વિષે લુબ્ધ થઈ તેની લક્ષ્મીને લૂંટે તથા ૫૨ પાસે લૂંટાવે તો મહામોહનીય કર્મ બાંધે. ચિલાતી ચોરવત્. ૧૪. જેણે દરિદ્રપણું (નિર્ધનપણું) મટાડી, માપદા૨ (હોદ્દાદા૨) કર્યો, તે મહદ્ધિપણું પામ્યા પછી, ઇર્ષા દોષે ક૨ી, કલુષિત્ત ચિત્ત કરી, તે ઉપકા૨ી પુરૂષને વિપત્તિ આપે તથા ધન પ્રમુખ આપવાની અંતરાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy