________________
શ્રી તેત્રીસ બોલ
૨૨૧
વગેરેનાં ફળ બતાવતા શાસ્ત્ર. ૮ લક્ષણ શાસ્ત્ર – સ્ત્રી, પુરૂષનાં શરીરનાં ચિહ્નોના ફળ બતાવે. એ આઠ સૂત્રથી (મૂળ પાઠ), આઠ વૃત્તિથી (ટીકાથી), અને આઠ વાર્તિકથી (વિસ્તાર) એમ કુલ ૨૪. ૨૫ વિકથા અનુયોગ – અર્થ અને કામના ઉપાયો બતાવતા શાસ્ત્ર. ૨૬ વિધા અનુયોગ – રોહિણી આદિ વિધાની સિદ્ધિના ઉપાયો બતાવતા શાસ્ત્ર. ૨૭ મંત્ર અનુયોગ. ૨૮ યોગ અનુયોગ વશીક૨ણ આદિ યોગ બતાવતા શાસ્ત્ર. ૨૯ અન્ય તીર્થિક પ્રવૃત્ત અનુયોગ – અન્યતીર્થિક દ્વા૨ા હિંસા પ્રધાન આચારશાસ્ત્ર આદિ. ૩૦. ત્રીસ પ્રકારે મહામોહનીયનાં સ્થાનક :
૧. સ્ત્રી, પુરૂષ, નપુંસકે અથવા કોઈ ત્રસ પ્રાણીને જળમાં પેસારીને જળરૂપ શસ્ત્ર ક૨ીને મા૨ે તે મહામોહનીય કર્મ બાંધે.
૨. હાથે ક૨ી પ્રાણીના મુખ, પ્રમુખ બાંધી, શ્વાસ રૂંધી જીવને મારે તો મહામોહનીય કર્મ બાંધે.
૩. અગ્નિ પ્રજાળી, વાડાદિકમાં પ્રાણી રોકી, ધૂમાડે ક૨ી આકુળ વ્યાકૂળ ક૨ી મારે તો મહામોહનીય કર્મ બાંધે.
૪. ઉત્તમાંગ, જે મસ્તક તેને ખડ્ગાદિકે કરી ભેદે છેદે ફોડે તો મહામોહનીય કર્મ બાંધે.
૫. ચામડા પ્રમુખની વાઘરીએ કરી મસ્તકાદિ શ૨ી૨ને તાણી બાંધી વારંવાર અશુભ પરિણામે ક૨ી કદર્થના ક૨ે તો મહામોહનીય કર્મ બાંધે.
૬. વિશ્વાસકા૨ી વેષે કરી માર્ગ પ્રમુખને વિષે જીવને હણે તે લોકમાં ઉપહાસ્ય થાય તેવી રીતે તથા પોતે કર્તવ્ય કરી આનંદ માને તે મહામોહનીય કર્મ બાંધે.
૭. કપટે કરી પોતાનો દુષ્ટ આચાર ગોપવે તથા પોતાની
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org