________________
શ્રી તેત્રીસ બોલ પાડે તો મહામોહનીય કર્મ બાંધે.
૧૫. પોતાનું ભરણપોષણ કરનાર રાજા, પ્રધાન, પ્રમુખ તથા જ્ઞાન પ્રમુખના અભ્યાસ કરાવનાર ગુર્નાદિકને હણે તો મહામોહનીય કર્મ બાંધે. સર્પણી જેમ ઈડાને હણે તેમ.
૧૬. દેશનો રાજા તથા વાણિયાના વૃંદનો પ્રવર્તાવક (વ્યવહારીઓ) તથા નગરશેઠ એ ત્રણ ઘણા યશના ધણી છે તેને હણે તો મહામોહનીય કર્મ બાંધે.
૧૭. જે ઘણા જનને આધારભૂત સમુદ્રમાં દ્વીપ સમાન) છે તેમને હણે તો મહામોહનીય કર્મ બાંધે.
૧૮. સંયમ લેવા સાવધાન થયો છે તેને તથા સંયમ લીધેલો છે તેને ધર્મથી ભ્રષ્ટ કરે તો મહામોહનીય કર્મ બાંધે.
૧૯. અનંતજ્ઞાની તથા અનંતદર્શી એવા તીર્થંકરદેવના અવર્ણવાદ બોલે તો મહામોહનીય કર્મ બાંધે. * ૨૦. તીર્થકર દેવના પ્રરૂપિત ન્યાયમાર્ગનો દેશી થઈ અવર્ણવાદ બોલે, નિંદા કરે ને શુદ્ધ માર્ગથી લોકોના મન ફેરવે તો મહામોહનીય કર્મ બાંધે.
૨૧. આચાર્ય, ઉપાધ્યાય જે સ્ત્ર પ્રમુખ વિનયને શીખવે છે, ભણાવે છે તેવા પુરૂષને હીલ, નિંદે, ખીએ તો મહામોહનીય કર્મ
બાંધે.
૨૨. આચાર્ય, ઉપાધ્યાયને સાચા મને આરાધે નહિ તથા અહંકારી થકો ભક્તિ ન કરે તો મહામોહનીય કર્મ બાંધે.
૨૩. અબહુશ્રુત (અલ્પસૂત્રી) થકો શાસ્ત્ર કરી પોતાની શ્લાઘા કરે તથા સ્વાધ્યાયનો વાદ કરે તો મહામોહનીય કર્મ બાંધે.
૨૪. અતપસ્વી થકો તપસ્વીનું બિરૂદ ધરાવે (લોકોને છેતરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org