________________
[૪][ી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ
૧ જીવ તત્ત્વITH ચંતન્ય લક્ષણ ક, સદા ઉપયોગી, અસંખ્યાત પ્રદેશી, સુખદુ:ખનો જાણ, સુખદુઃખનો વેદક, અરૂપી હોય તેને જીવ તત્ત્વ કહીએ.
જીવના ભેદો વિસ્તારથી કહે છે. જીવનો એક ભેદ છે, સકળ જીવોનું ચૈતન્ય લક્ષણ એક જ પ્રકારે છે તે માટે સંગ્રહાયે કરીને એક ભેદે જીવ કહીએ.
બે ભેદે જીવ ૧ ત્રસ, ૨ સ્થાવર તથા ૧ સિદ્ધ, ૨ સંસારી.
ત્રણ ભેદે જીવ ૧ સ્ત્રીવેદ, ૨ પુરુષવેદ, ૩ નપુંસકવેદ તથા ૧ ભવ સિદ્ધિયા', ૨ અભવસિદ્ધિયાર, ૩ નો ભવસિદ્ધિયા નોઅભવસિદ્ધિયાર
ચાર ભેદે જીવ ૧ નારકી, ર તિર્યંચ ૩ મનુષ્ય, ૪ દેવ તથા ૧ ચક્ષુદર્શની, ૨ અચક્ષુદર્શની, ૩ અવધિદર્શની, ૪ કેવળદર્શની.
પાંચ ભેદે જીવ ૧ એકેન્દ્રિય, ૨ બેઇન્દ્રિય, 3 તે ઇન્દ્રિય, ૪ ચૌરેન્દ્રિય, પ પંચેન્દ્રિય તથા ૧ સજોગી, ર મનજોગી, ૩ વચનજોગી, ૪ કાયજોગી, ૫ અજોગી.
છ ભેદે જીવ ૧ પૃથ્વીકાય,૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાઉકાય, ૫ વનસ્પતિકાય, ૬ ત્રસકાય તથા ૧ સકષાયી, ૨ ક્રોધકષાયી, ૩ માનકષાયી, ૪ માયાકષાયી, ૫ લોભકષાયી, ૬ અકષાયી.
સાત ભેદે જીવ ૧ નારકી, ર તિર્યંચ, ૩ તિર્યંચાણી, ૪ મનુષ્ય, ૫ મનુયાણી, ૬ દેવ, ૭ દેવી.
આઠ ભેદે જીવ ૧ સલેશી, રે કૃષ્ણલેશી, ૩ નીલલેશી, - જેમ ગોળનો ગુણ મીઠાશ તેમ જીવન ગુણ ચૈતન્ય. જેમ ગોળ અને મીઠાશ એક તેમ જીવ અને ચૈતન્ય એક. ૧ મોક્ષ પામવાની લાયકાતવાળા. ૨ મોક્ષ પામવાની લાયકાત વગરના. ૩ સિદ્ધ ભગવાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org