________________
રિ૧ર્ષિો શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ
માસની. આરંભ ન કરે અને અન્ય પાસે ન કરાવવાનો નિયમ કરે. ૧૦ ઉદિષ્ટ ભક્ત પ્રતિમા – તે ઉત્કૃષ્ટ દશ માસની. તેમાં પૂર્વોક્ત સાથે આરંભ કરીને આપ તે ન લેવાનો નિયમ કરે. ઉપરાંત શિરમુંડન કરાવે અથવા શિખા રાખે. કોઈએ એકવાર પૂછયાં થકા તથા વારંવાર પૂછયાં થકા બે જ ભાષા બોલાવી કહ્યું, જાણે તો હા પાડવી કહ્યું અને ન જાણે તો ના પાડવી કલ્પ. ૧૧ સમણભૂય પ્રતિમા – તે ઉત્કૃષ્ટ અગિયાર માસની. તેમાં શિરમુંડન કરાવે, કે કેશ લોચ કરાવે, સાધુ શ્રમણ સમાન ઉપકરણ, પાત્ર, રજોહરણ વગેરે ધરે, સ્વજ્ઞાતિમાં ગોચરી અર્થે ભ્રમણ કરે, કહે કે હું પ્રતિમધારી શ્રાવક છું, ભિક્ષા આપશો? સાધુ માફક ઉપદેશ આપે. સાડા પાંચ વર્ષ અગિયાર પ્રતિમામાં જાય છે.
૧૨ ભિક્ષની પ્રતિમા – ૧ પહેલી પ્રતિમા એક માસની. એકદાતિ આહારની, એકદાતિ પાણીની લેવી કલ્પ.
તે શરીર ઉપર મમતા સ્નેહભાવ ન રાખે. શરીરની શુશ્રુષા ન કરે, જે કોઈ મનુષ્ય, તિર્યચ, દેવનો પરિષહ ઉત્પન્ન થાય તે સમ પરિણામે સહન કરે.
૨. તે આહાર શુદ્ધ નિર્દોષ, કોઈ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, રાંક પ્રમુખ દ્વિપદ તથા ચતુષ્પદને અતંરાય ન પડે તેમ. વળી એક માણસ જમતો હોય અને એમને માટે રાંધ્યું હોય તે લે, બે જમતામાંથી આપે તો ન લે, ત્રણ, ચાર, પાંચ વગેરે જમવા બેઠા હોય તેમાંથી આપે તો ન લે, ગર્ભવતી માટે નીપજાવ્યો હોય તે ન લે, તથા નવપ્રસૂતિનો આહાર ન લે, બાળકને દૂધ પાતાં હોય તેનો આહાર ન લે, વળી એક પગ ઉંબરામાં અને એક પગ ઉંબરાની બહાર એમ પગ રાખી વહોરાવે તો લે, નહિ તો ન લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org