________________
૨૦૮
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ
હાસ્ય, રતિ, દર્પ, સ્નાન, સાથે જમવું વગેરે યાદ કરવું નહિ, સર્પના ઝેરના દૃષ્ટાંતે. ૭ સ્વાદિષ્ટ તેમ જ મજબૂત પ્રણિત આહાર કરવો નહિ, ત્રિદોષીને ધૃતના દૃષ્ટાંતે. ૮ મર્યાદાકાળે ધર્મયાત્રા નિમિત્તે જોઈએ તેથી વધારે આહાર કરવા નહિ, કાગળની કોથળીમાં નાણાંને દૃષ્ટાંતે. ૯ શરીર સુંદર ને વિભૂષિત લાગે તેવી શૃંગાર, શોભા કરવી નહિ, ગરીબનાં રત્નને દૃષ્ટાંત.
૧૦. દશ પ્રકારે શ્રમણધર્મ : ૧ ખંતિ – ક્ષમા (સહન કરતા શીખવું). ૨ મુત્તિ – નિર્લોભતા, લઘુતા, હળવાપણું, અલ્પપધિ રાખવી. ૩ અવે -- સરળતા, કપટ રહિતપણું. ૪ મદ્દવે - કોમળ વિનય બુદ્ધિ રાખવી, અહંકારનો ત્યાગ. ૫ લાઘવે - લઘુતા, થોડા ઉપકરણ, સાધનો રાખવા. ૬ સચ્ચે – સત્યતાથી વર્તવું. ૭ સંજમે
―
– ૧૭ ભેદે સંયમ પાળવો, શરીર ઇન્દ્રિયો વગે૨ે નિયમમાં રાખવા. ૮ તવે - ઈચ્છા નિરોધ, બાર પકારું તપ કરવો. ૯ ચિયાએ અથવા અકિંચ – સમસ્ત પરિગ્રહ ત્યાગરૂપ મૂર્છા રહિત થવું. ૧૦ બંભચે ૨વાસે – મૈથુનનો ત્યાગ, શુદ્ધ આચારની વૃત્તિમાં રહેવું.
દશ પ્રકારે સમાચા૨ી : ૧ આવશ્ય -- સ્થાનકથી બહાર જવું હોય ત્યારે ગુરૂ કે ઉપરીને કહેવું કે મારે આવશ્યક જવું છે. ૨ નિષેષિક - સ્થાનકમાં આવવું હોય ત્યારે કહેવું કે નિશ્ચિત કાર્ય કરીને હું આવ્યો છું. ૩ આપુચ્છના – પોતાનું કાર્ય કરવું હોય તો ગુરૂને પૂછવું. ૪ પ્રતિપુચ્છના -- બીજા સાધુનું કાર્ય હોય ત્યારે વારંવાર ગુરૂને જણાવવા પૂછવું. પ છંદના – ગુરૂ કે વડાને પોતાની પાસેની વસ્તુ આમંત્રણ ક૨વી. ૬ ઇચ્છાકાર - ગુરૂ કે વડાને કહેવું ''હૈ પૂજ્ય ! આપની ઈચ્છા છે, સૂત્રાર્થ જ્ઞાન આપશો ?'' ૭ મિથ્યાકાર પાપ લાગ્યું હોય તો ગુરૂ પાસે મિથ્યા કહી માફ
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org