________________
શ્રી તેત્રીસ બોલ
૨૦૭
પરઠવાની સમિતિ. પાંચ પ્રકારે પ્રમાદ : ૧ મદ્ય, ૨ વિષય, ૩ કષાય, ૪ નિંદ્રા, ૫ વિકથા:
૬. છ પ્રકાર જીવનિકાય : ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય, ૬ ત્રસકાય.
છ પ્રકા૨ે લેશ્યા : ૧ કૃષ્ણલેશ્યા, ૨ નીલલેશ્યા, ૩ કાપોતલેશ્યા, ૪ તેજોલેશ્યા, પ પદ્મલેશ્યા, ૬ શુક્લ લેશ્યા.
૭. સાત પ્રકારે ભય : ૧ આલોક ભય – મનુષ્યને મનુષ્યથી ભય થાય છે તે. ૨ ૫૨લોક ભય – દેવ, તિર્યંચથી ભય થાય તે, ૩ આદાન ભય ધનથી ભય થાય તે. ૪ અકસ્માત ભય
—
છાયાદિ દેખી ભય થાય તે. ૫ આજીવિકા ભય – દુકાળ આદિમાં આજીવિકા માટે ભય થાય તે. ૬ મ૨ણ ભય – મૃત્યુથી ભય થાય તે. ૭ અપયશ ભય – અપકીર્તિથી ભય થાય તે.
૮. આઠ પ્રકારે મદ – ૧ જાતિમદ, ૨ કુળમદ, ૩ બળમદ, ૪ રૂપમદ, પ તપમદ, ૬ શ્રુતમદ, ૭ લાભમદ, ૮ ઐશ્ચર્યમદ.
૯. નવ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ : ૧ સ્ત્રી, પુરૂષ, નપુંસક રહિત આલય (સ્થાનક) માં રહેવું, ઉંદર બિલાડીના દૃષ્ટાંતે. ૨ મનને આનંદ આપે તેવી અને કામ, રાગને વૃદ્ધિ કરે તેવી સ્ત્રી સાથે કથા વાર્તા ન ક૨વી, લીંબુ–૨સના (જીભ) ને દૃષ્ટાંતે.૩ સ્ત્રીના આસને બેસવું નહિ તેમ જ સ્ત્રી સાથે સહવાસ ક૨વો નહિ, કોળાની ગંધે કણિકનો વક જાય તે દૃષ્ટાંતે. ૪ સ્ત્રીના અંગ, અવયવ તેમ તેની સુ૨ચનાને તેનું બોલવું, નિરીક્ષણ વગેરેને વિષય-રાગ દૃષ્ટિથી જોવું નહિ, સૂર્ય ચક્ષુના દૃષ્ટાંતે. ૫ સ્ત્રી સંબંધી કૃજિત, રૂદન, ગીત, હાસ્ય, આક્રંદ વગેરે સંભળાય તે ભીંત કે દિવાલના અંતરે નિવાસ ક૨વો નહિ, લાખ–અગ્નિના દૃષ્ટાંત. ૬ પૂર્વગત સ્ત્રી સંબંધી ક્રીડા,
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org