SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પાંચ વાર આવે. (ઉપશમ સમકિતથી પડનાર જ આ ગુણસ્થાનને સ્પર્શે છે.) ત્રીજા મિશ્ર ગુણઠાણાનાં લક્ષણ – જેમ શ્રીખંડ ખાટા અને મીઠા સ્વાદવાળો હોય તેમ સમકિત અને મિથ્યાત્વના મિશ્ર પરિણામ હોય. નાલિકેર દ્વીપના મનુષ્યના દૃષ્ટાંત. જે દ્વીપમાં ખાવા માટે ફક્ત નાળીયેર જ હોય છે, તેને નાલિકેર દ્વીપ કહે છે. ત્યાંના મનુષ્યોએ અન્ય અન્નને જોયું જ નથી, સાંભળ્યું જ નથી તેથી તેમને અન્નમાં રૂચિ પણ નથી હોતી અને દ્વેષ પણ નથી હોતો. આ જ રીતે જ્યારે મિશ્ર મોહનીયનો ઉદય હોય છે ત્યારે જીવને જૈન ધર્મમાં પ્રીતિ પણ નથી હોતી અને અપ્રીતિ પણ નથી હોતી. અર્થાત્ શ્રી વીતરાગ પ્રભુએ જે ધર્મ કહ્યો છે તે જ સાચો છે, આ પ્રકારે એકાંત શ્રદ્ધારૂપ પ્રેમ નથી હોતો અને ધર્મ ખોટો છે, અવિશ્વાસપાત્ર છે આ પ્રકારે અરૂચિ રૂપ ષ પણ નથી હોતો. અર્થાત જે સર્વજ્ઞના માર્ગ માટે તેમજ અન્ય માર્ગ માટે અનિર્ણિત અવસ્થામાં હોય તે ત્રીજા મિશ્ર ગુણસ્થાનવાળો છે. તે સર્વ દેવ, સર્વ ગુરુ, સર્વધર્મ અને સર્વ શાસ્ત્રને સમાન માને છે. અથવા સમ્યક્ત્વ અને મિથ્યાત્વમાં તટસ્થ વૃત્તિ. મિશ્ર ગુણસ્થાનવાળો જીવ અનાદિ કાળથી ઉલટો હતો તે ૧ અનાદિનો મિથ્યાત્વી જીવ ત્રીજે ગુણસ્થાનકે આવી શકતો નથી. ભૂતકાળમાં જેણે સમકિતની સ્પર્શના કરી હોય ને વર્તમાને મિથ્યાત્વમાંથી ચોથે ગુણસ્થાનકે જતો હોય અથવા ચોથે ગુણસ્થાનકથી મિથ્યાત્વમાં જતો હોય ત્યારે જ જીવ ત્રીજે ગુણસ્થાનકે આવી શકે છે. ત્રીજે ગુણસ્થાનકે બતાવેલા ગુણો ચોથા ગુણસ્થાનકે પ્રાપ્ત થયેલા છે પરંતુ પડીને અહીં આવેલો હોવાથી તે ગુણો અહીં ચાલુ રહેલા છે. આ ગુણો ત્રીજે ગુણસ્થાનકે પ્રાપ્ત કરતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy