________________
શ્રી છઆરાના ભાવ ૮ લપક, ઉપશમ શ્રેણી, ૯ આહારક શરીર, ૧૦ જિનકલ્પી સાધુ. એ દશ બોલ વિચ્છેદ ગયા (નષ્ટ થયા).
ચોથા આરાના ભાવ સંપૂર્ણ.
પાંચમો આરો ચોથો આરો ઊતરીને પાંચમો આરો બેસે ત્યારે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યવ અનંત અનંત હીણા થાય. પાંચમો આરો ૨૧૦૦૦ વર્ષનો. એ આરો દુઃષમ નામે એટલે એકલી વિષમતા જાણવી. એ આરાને વિષે સાત હાથનું શરીર અને બસો વર્ષમાં ઊણું આયુષ્ય જાણવું. ઊતરતા આરે એક હાથનું શરીર અને વીસ વર્ષનું આયુષ્ય જાણવું. એ આરાને વિષે શરીરમાં ૧૬ પાંસળીઓ અને ઊતરતા આરે ૮ પાંસળીઓ જાણવી. એ આરાને વિષે છ સંઘયણ, છ સંસ્થાન જાણવા. ઊતરતે આરે છેવટુ (સેવાર્ત) સંઘયણ અને હૂંડ સંસ્થાન જાણવું. એ આરાના વિષે દિન દિન પ્રત્યે આહારની ઇચ્છા થાય, ત્યારે પોતાના શરીર પ્રમાણે આહાર કરે. જમીનની સરસાઈ થોડી એટલે કાંઈક સારી જાણવી, ઊતરતે આરે કુંભારના નાભાડાની છાર સરખી જાણવી. એ આરાને વિષે ગતિ ચાર જાણવી. (પાચમી મોક્ષ ગતિમાં ન જાય.) પાંચમા આરાના લક્ષણના ૩૨ બોલ નીચે પ્રમાણે – ૧) મોટાં નગર તે ગામડાં સરખા થશે. ૨) ગામડાં તે સ્મશાન સરખાં થશે. ૩) ભલા (ઊંચા) કૂળનાં સંતાનો તે દાસ, દાસી સરખા (નીચા
કૂળના) થશે. ૪) પ્રધાનો લાલચુ થશે. ૫) રાજાઓ યમદંડ સરખા થશે. ૬) સારા કૂળની સ્ત્રી તે લજ્જારહિત થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org