________________
દિશિ. શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ
૭) સારા કૂળની સ્ત્રી તે વેશ્યા સરખી થશે. ૮) પુત્રો પોતાના છંદે, મરજી મુજબ, સ્વતંત્ર ચાલશે. ૯) શિષ્ય ગુરુના અપવાદ બોલશે. ૧૦) દુર્જન લોક સુખી થશે. ૧૧) સન લોકો દુઃખી થશે. ૧૨) દુર્ભિક્ષ દુકાળ ઘણા પડશે. ૧૩) ઉંદર, સર્પાદિની દાઢ ઘણી થશે. ૧૪) બ્રાહ્મણો અર્થના લોભી થશે. ૧૫) હિંસાએ ધર્મ પ્રવર્તાવનાર ઘણા થશે. ૧૬) એક ધર્મના ઘણા ભેદ થશે. ૧૭) મિથ્યાત્વી દેવ ઘણા થશે. ૧૮) મિથ્યાત્વી લોકો ઘણા થશે. ૧૯) માણસને દેવદર્શન દુર્લભ થશે. ૨૦) વિદ્યાધરના વિદ્યાપ્રભાવ થોડાં રહેશે. ૨૧) ગોરસ (દૂધ, દહીં, ઘી) માં સરસાઈ થોડી રહેશે. ૨૨) બળદ પ્રમુખનાં બળ, આયુષ્ય થોડાં રહેશે. ૨૩) સાધુ, સાધ્વીને માસ કલ્પ તથા ચોમાસું કર્યા જવા ક્ષેત્ર થોડાં
રહેશે. ૨૪) શ્રાવકની અગિયાર પ્રતિમા તથા સાધુની બાર પ્રતિમા વિચ્છેદ
જશે. (આ ૧૧ પ્રતિમાનો વિચ્છેદ કોઈ માનતા નથી.) ૨૫) ગુરુ શિષ્યને ભણાવશે નહિ. ૨૬) શિષ્ય અવિનીત, કલેશી થશે. ર૭) અધમ, કલેશી, ઝગડાખોર, કુમાણસ ઘણાં થશે, ને સુમાણસ
થોડા થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org