SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી છ આ૨ાના ભાવ IST In 11 ણિ ૧૫૧ ૯. છ આરાના ભાવ) જંબુદ્વીપ પન્નતિ વૃક્ષકાર – ૨ દશ ક્રોડાક્રોડી સાગરોપમના છ આરા જાણવા પહેલો આરો પહેલો આરો ચાર ક્રોડાક્રોડી સાગરોપમનો, સુષમ સુષમ નામે એટલે અતિશય સુંદર જાણવો. એ આરાને વિષે ૩ ગાઉનું શરીર અને ૩પલ્યોપમનું આયુષ્ય જાણવું. ઊતરતા આરે ર ગાઉનું શરીર અને ૨ પલ્યોપમનું આયુષ્ય જાણવું. એ આરાને વિષે શરીરમાં ૨૫૬ પાંસળીઓ અને ઊતરતા આરે ૧૨૮ પાંસળીઓ જાણવી. એ આરાને વિષે વજઋષભનારા સંઘયણ, ને સમચતુરસ્ત્ર સંસ્થાન જાણવું. એ આરાના વિષે અઠ્ઠમભક્ત (ત્રણ દિવસે) આહારની ઇચ્છા થાય, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે. જમીનની સરસાઈ (રસ) સાકર સરખી જાણવી. ઊતરતે આરે જમીનની સરસાઈ (રસ) ખાંડ સરખી જાણવી. એ આરાને વિષે દશ પ્રકારના કલ્પવૃક્ષ મનવાંછિત સુખ આપે, તે દશ પ્રકારના કલ્પવૃક્ષ પાસે જે ફળ છે તે જ આપે છે. એટલે દશે કલ્પવૃક્ષ મળીને દશ વસ્તુ આપે છે પણ જે મનમાં ચિંતવે તે આપવા સમર્થ નથી. કલ્પવૃક્ષના નામની ગાથા : માંગાય લિંગા, તુડીયગા દીવ જોઈ ચિત્ત ગા ! ચિત્તરસા મણવેગા, ગિહગારા અણિયગણાઉં ! અર્થ:-(૧) મતંગા કહેતા, મધુર રસવાળા ફળનાં કલ્પવૃક્ષ. (૨) ભિંગા કહેતા, રત્નજડાવ ભાજનનાં કલ્પવૃક્ષ. (૩) તુડીયેગા કહેતા, ૪૯ જાતિનાં વાજિંત્રનાં કલ્પવૃક્ષ. (૪) દીવ્ર કહેતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy