________________
વિપાસી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ બાંધે. અસંખ્યાત વર્ષના મનુષ્ય, તિર્યંચ તથા નારકી, દેવ, નિરૂપક્રમી છે. તેઓ નિશ્ચય આયુષ્યના છ માસ શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધ.
સોપક્રમી તે, આયુષ્યને ત્રીજો ભાગે, તેને ત્રીજે ભાગે, છેવટે અંતર્મુહૂર્ત રહે ત્યારે પણ પરભવનું આયુષ્ય બાંધે.
પરભવ જતાં જીવ છ બોલ સાથે આયુષ્ય નિદ્રત કરે છે. ૧ જાતિ, ૨ ગતિ, ૩ સ્થિતિ, ૪ અવગાહના, ૫ પ્રદેશ, અને ૬ અનુભાગ.
ઈતિ સાતમો દ્વાર ૮આકર્ષ દ્વાર – આકર્ષત તથાવિધ પ્રયત્ન કરી કર્મ પુદ્ગલનું ગ્રહવું, ખેંચવું. જેમ ગાય પાણી પીતાં ભયથી પાછું જુએ, વળી પીએ, તેમ જીવ જાતિ નિદ્ધતાદિ આયુષ્યને જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ આઠ આકર્ષ કરી બાંધે.
તે આકર્ષનો અલ્પબદુત્વ. સર્વથી થોડા જીવ આઠ આકર્ષ કરી જાતિ નિદ્ધત્ત આયુષ્યને બાંધનારા, તેથી સાતે કરી બાંધનાર સંખ્યાતગુણા, તેથી છ થી બાંધનાર સંખ્યાતગુણા, તેથી પાંચથી બાંધનાર સંખ્યાતગુણા, તેથી ચારથી બાંધનાર સંખ્યાતગુણા, તેથી ત્રણથી બાંધનાર સંખ્યાતગુણા, તેથી બેથી બાંધનાર સંખ્યાતગુણા, તેથી એકથી બાંધનાર સંખ્યાતગુણા.
ઇતિ આઠમો દ્વાર
ઇતિ ગતાગતિ.
S
Ds Eલ દક જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org