________________
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ રત્નજડાવ દીવાનાં કલ્પવૃક્ષ. (૫) જોઈ કહેતા, રત્નજડાવ સૂર્યની
જ્યોતિનાં કલ્પવૃક્ષ. (૬) ચિત્તમા કહેતા, ચિત્રામણ સહિત ફૂલની માળાનાં કલ્પવૃક્ષ (૭) ચિત્તરસા કહેતા, ચિત્તને ગમે તેવાં રસવંતા ભોજનનાં કલ્પવૃક્ષ. (૮) મણવેગા કહેતા, રત્નજડાવ આભારણનાં કલ્પવૃક્ષ. (૯) ગિહગારા કહેતા, ૪૨ ભોમિયા આવાસનાં કલ્પવૃક્ષ. (૧૦) અણિયગણાઉ કહેતા, નાકને વાયરે ઊડે એવાં ઝીણાં રત્નજડાવ વસ્ત્રનાં કલ્પવૃક્ષ, એ દશ પ્રકારનાં કલ્પવૃક્ષ જુગલીયાને સુખ આપે. એ આરાને વિષે જુગલીયાને આયુષ્યના છ માસ બાકી રહે તે વખતે જુગલીયા પરભવનું આયુષ્ય બાંધે. ત્યારે જુગલાણી એક જોડું પ્રસવે. તે જોવાની પ્રતિપાલના (આસનાવાસના) ૪૯ દિવસ કરે. જુગલ જુગલાણીને ક્ષણ માત્રનો વિયોગ ન પડે. તેમને છીંક, બગાસું કે ઓડકાર આવે ત્યારે મારીને દેવગતિમાં જાય. ગતિ એક દેવની. એ આરાને વિષે ઝેર નહિ, વેર નહિ, ઈર્ષ્યા નહિ, જરા (ઘડપણ) નહિ, રોગ નહિ, કુરૂપ નહિ, પરિપૂર્ણ અંગ ઉપાંગને વિષે સુખ ભોગવે. તે પૂર્વનાં દાન પુણ્યનાં ફળ જાણવાં.
પહેલા આરાના ભાવ સંપૂર્ણ.
બીજો આરોપ પહેલો આરો ઊતરીને બીજો આરો બેસતાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યવ અનંત અનંત ઓછા થાય. બીજો આરો ત્રણ ક્રોડાક્રોડી
૧ જુગલીયાનાં ક્ષેત્રમાં ભૂમિની સ્નિગ્ધતા–સરસતાને કારણે શરીર ગળી જાય છે અથવા ભારણ્ય વિ. પક્ષી ઉઠાવીને સમુદ્ર વગેરેમાં ફેંકી દે છે તેવી ધારણા છે. મરણક્રિયા દેવ કરે છે તે આગમિક નથી.
૨ જુગલીયાનું જેટલું આયુષ્ય મનુષ્ય ગતિમાં હોય છે તેટલું અથવા તેથી થોડુંક ઓછું આયુષ્ય દેવગતિમાં પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org