________________
શ્રી આઠ કર્મની પ્રકૃતિ શિ૩િ૧ (૯. કૂરણયાએ – તરફડાવ | ઝૂરણા કે વિયોગ કરાવે. ૧૦. ટીપ્પણયાએ – રડાવે, અપાત કરાવે ટપક ટપક આંસુ પડાવે. ૧૧. પિટ્ટણયાએ – મારે ! પીટે. ૧૨. પરિયાવણયાએ – પરિતાપ કે ત્રાસ ઉપજાવે.
વેદનીય કર્મ સોળ પ્રકારે ભોગવે તે સોળ પ્રકૃતિ ઉપર કહી તે પ્રમાણે.
વેદનીય કર્મની સ્થિતિ–શાતા વેદનીય કર્મની જ. બે સમયની 3. ૧૫ ક્રોડાક્રોડી સાગરોપમની. અબાધાકાળ જ. અંત. ઉ. દોઢ હજાર વર્ષનો. અશાતા વેદનીય કર્મની સ્થિતિ જ. એક સાગરના સાત ભાગ કરીએ તે માંહેના ત્રણ ભાગને એક પલ્યને અસંખ્યાતમે ભાગ ઊણી, ઉ. ત્રીસ ક્રોડાકોડી સાગરોપમ ની. અબાધાકાળ જ. અંત. ઉ. ત્રણ હજાર વર્ષને.
૪. મોહનીય કર્મનો વિસ્તાર. મોહનીય કર્મના બે ભેદ, ૧ દર્શન મોહનીય, ૨ ચારિત્ર મોહનીય.
૧ દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ, ૧ સમ્યકત્વ મોહનીય, ૨ મિથ્યાત્વ મોહનીય, ૩ સમામિથ્યાત્વ મોહનીય.
૨ ચારિત્ર મોહનીયની બે પ્રકૃતિ, ૧ કષાયચારિત્ર મોહનીય, ૨ નોકષાય ચારિત્ર મોહનીય.
૧ કષાય ચારિત્ર મોહનીયની સોળ પ્રકૃતિ, ૨ નોકષાય ચારિત્ર મોહનીયની નવ પ્રકૃતિ.
૧ કષાય ચારિત્ર મોહનીયની સોળ પ્રકૃતિ : ૧ અનંતાનુબંધી ક્રોધ – તે પર્વત ફાટ્યાં સમાન. ૨ અનંતાનુબંધી માન – તે પથ્થરના સ્તંભ સમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org