________________
૧૩૦ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ
અશાતાદનીય કર્મની આઠ પ્રકૃતિ : ૧ અમનોજ્ઞ શબ્દ, ૨ અમનોજ્ઞ રૂપ, ૩ અમનોજ્ઞ ગંધ, ૪ અમનોજ્ઞ રસ, ૫ અમનોજ્ઞ સ્પર્શ, ૬ મન દુ:ખ, ૭ વચન દુઃખ, ૮ કાય દુઃખ. વેદનીય કર્મ ૨૨ પ્રકારે બાંધે તેમાં શાતા વેદનીય દશ પ્રકારે બાંધે. ૧. પાણાણુકંપયાએ (પ્રાણી અનુકંપા) - વિકસેન્દ્રિયના જીવો પર અનુકંપા / દયા. ૨. ભૂયાણ કંપયાએ (ભૂત અનુકંપા) – વનસ્પતિના જીવો પર અનુકંપા / દયા. ૩. જીવાણુકંપયાએ (જીવની અનુકંપા) - પંચેન્દ્રિય જીવો પર અનુકંપા દયા. ૪. સત્તાણુકંપયાએ (સત્ત્વની અનુકંપા) – ચાર સ્થાવર (પૃ. અતે વા.) જીવો પર અનુકંપા દયા. બહૂર્ણ પાણાનું ભૂયાણ જીવાણું સત્તાણું – ઘણાં છકાયના જીવોને, ૫. અદુખણયાએ – દુઃખ ન દે. ૬. અસોયણયાએ – શોક કરાવે નહિ. ૭. અઝરણયાએ – તરફડાવે નહિઝૂરણા કે વિયોગ કરાવે નહિ. ૮. અટિપ્પણયાએ – અશ્રપાત કરાવવો નહિ | ટપક ટપક આંસું પડાવવા નહિ. ૯. અપિટ્ટણયાએ – મારવા નહિ. ૧૦. અપરિયાવણયાએ – પરિતાપ કે ત્રાસ ઉપજાવવો નહિ.
અશાતાવેદનીય કર્મ ૧૨ પ્રકારે બાંધે. ૧.પરદુકખણયાએ – કોઈ એક પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વને દુઃખ આપવું. ૨.પરસોયણયાએ – તેને (છકાયને) શોક કરાવવો. ૩. પરરણયાએ – તેને તરફડાવે ઝૂરણા કે વિયોગ કરાવે. ૪. પરટિપ્પણયાએ – તેને રડાવે / અશ્રપાત કરાવે / ટપક ટપક આંસું પડાવે. ૫. પરપિકણિયાએ – તેને મારે | પીટે. . ૬, પરંપરિયાવણયાએ – તેને પરિતાપ કે ત્રાસ ઉપજાવે. બહૂર્ણ પાણાણે ભૂયાણ જીવાણું સત્તાણું – ઘણાં છકાયના જીવોને, ૭. દુખણયાએ – દુઃખ આપે. ૮. સોયણયાએ – શોક કરાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org