________________
શ્રી આઠ કર્મની પ્રકૃતિ
૧૨૯
૬ ચક્ષુ દર્શનાવ૨ણીય, ૭ અચક્ષુ દર્શનાવરણીય, ૮ અધિ દર્શનાવ૨ણીય, ૯ કેવલ દર્શનાવ૨ણીય.
દર્શનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે.
૧ દંસણ પડિણિયાએ તે ચક્ષુ આદિ ચાર દર્શનનાં કે તે દર્શનોના ધા૨કના અવર્ણવાદ (વાંકા) બોલે. ૨ દંસણ નિન્દ્વવણિયાએ – તે દર્શન અને દર્શનીના ઉપકાર ઓળવે. ૩ દસણ અંતરાયણ – તે દર્શન અને દર્શનનાં સાધનોમાં અંતરાય પાડે. ૪ દંસણ પઓસેણું - તે દર્શન અને દર્શનીની ઉપર દ્વેષ કરે. ૫ દંસણ આસાયણાએ – તે દર્શન અને દર્શનીની આશાતના કરે. ૬ દંસણ વિસંવાયણાજોગેણું – તે દર્શની સાથે ખોટાં ઝગડા કરે. દર્શનાવ૨ણીય કર્મ નવ પ્રકારે ભોગવે.
૧ નિદ્રા, ૨ નિદ્રા નિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલા પ્રચલા, પ થીણગ્નિ નિદ્રા, ૬ ચક્ષુ દર્શનાવરણીય, ૭ અચક્ષુ દર્શનાવરણીય, ૮ અધિ દર્શનાવરણીય, ૯ કેવળ દર્શનાવરણીય.
દર્શનાવરણીય કર્મની સ્થિતિ જ. અંતર્મુહૂર્તની, ઉ. ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની. અબાધાકાળ જ. અંતર્મુહૂર્તનો, ઉ. ત્રણ હજા૨ વર્ષનો.
૩. વેદનીય કર્મનો વિસ્તાર,
વેદનીય કર્મના બે ભેદ ૧ શાતા વેદનીય, ૨ અશાતા વેદનીય. વેદનીય કર્મની સોળ પ્રકૃતિ, તેમાં શાતા વેદનીયની આઠ પ્રકૃતિ ને અશાતા વેદનીયની આઠ પ્રકૃતિ.
શાતાવેદનીય કર્મની આઠ પ્રકૃતિ ઃ ૧ મનોજ્ઞ શબ્દ, ૨ મનોજ્ઞ રૂપ, ૩ મનોજ્ઞ ગંધ, જં મનોજ્ઞ ૨સ, ૫ મનોજ્ઞ સ્પર્શ, ૬ મન સૌષ્ય, ૭ વચન સૌષ્ય, ૮ કાય સૌખ્ય.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org