________________
_12
ધાર્મિક સ્પર્ધાઓનું આયોજન કરે છે. આ ભવ્ય કાર્ય માટે અનંત ઉપકારી પૂ. સાધુ સાધ્વીજીઓ પણ તેમની પાસે ભણતાં વૈરાગી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કરી અજોડ સહકાર આપે છે. દરેક સ્વાધ્યાયી નિસ્વાર્થ સેવાનો લાભ લે છે. તેમનું યોગ્ય બહુમાન તથા તેમના આવવા જવાનો ખર્ચ મંડળ કરે છે. (૨) ધાર્મિક જ્ઞાન સુસંસ્કાર શિબિર : શિબિરના માધ્યમથી ૧૨ વર્ષથી ઉપરના બાળકોને દિવાળી તથા ઉનાળાની રજાઓમાં ધર્મનાં સુસંસ્કારોનું સિંચન કરવા છકાય, ૩૫ બોલ, નવ તત્ત્વ, કર્મ પ્રકૃતિ અને સાથેસાથે વિનય, વૈયાવચ્ચ, વિવેક વગેરેનું જ્ઞાન આપવામાં આવે છે. તેમને ભાડું તથા પ્રોત્સાહન આપવામાં આવે છે તથા જીવન સુધારણા માટે ફરીથી શિબિર ભરવા પ્રેરણા આપવામાં આવે છે. (૩) પ્રશિક્ષણ શિબિર - વ્યાખ્યાતા સંમેલન : આ બન્ને આયોજન વર્ષમાં એક કે બે વાર વ્યાખ્યાન વાંચવા જનાર સ્વાધ્યાયીઓને આગમના મુખ્ય થોકડાઓનું જ્ઞાન તથા વ્યાખ્યાન વાંચવાનો અભ્યાસ કરાવવા માટે થાય છે. આયોજન, ભાડા તથા ઈનામોનો સંપૂર્ણ ખર્ચ મંડળવતી અથવા સંઘોના સહકારથી કરવામાં આવે છે. (૪) જૈનશાળા પ્રવૃત્તિ – ઉત્તેજન તથા પ્રોત્સાહન : સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છની જૈનશાળાઓ માટે શ્રેણી ૧ થી ૧૬ ની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આશરે ૮૦ ક્ષેત્રોમાંથી ૨૨૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને મહિલા મંડળના બહેનો પરીક્ષા વ્યવસ્થાનો લાભ લઈ જીવનને ઉન્નત બનાવવા સઘન પુરુષાર્થ કરે છે. તેમાં દરેક શ્રેણીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનારને યોગ્ય ઈનામો તથા પ્રમાણપત્ર થી પુરસ્કૃત કરાય છે. (૫) જેનશાળાના શિક્ષકોનું સંમેલન : ધાર્મિક શિક્ષણ આપતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org