________________
13
અને જૈનશાળાના વિદ્યાર્થીઓને તૈયાર કરતા શિક્ષકોનું ત્રણ દિવસનું એક સંમેલન યોજવામાં આવે છે. જેમાં શિક્ષકોને જ્ઞાનાભ્યાસ કરાવવામાં આવે છે જે તેમની જૈનશાળાઓના ઉત્કર્ષ માટે સહાયક થાય છે. જૈનશાળાઓની પ્રગતિ માટે સૂચનો આપી યોગ્ય બહુમાન કરાય છે. (૬) આગમિક ધાર્મિક સાહિત્યનું પ્રકાશન : આગમનો આધાર લઈ સ્વ પર પ્રકાશક અને શાસનની શાન વધારે તેવા સાહિત્યનું પ્રકાશન કરી મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે વેચવામાં આવે છે. પ્રેમ જિનાગમ સમિતિના પ્રાપ્ય પુસ્તકોનું વિના મૂલ્યે વેચાણ કરવામાં આવે છે.
મંડળનાં દરેક ભગીરથ કાર્યમાં સેવા આપવા બદલ મંડળના દરેક સ્વાધ્યાયીઓનો, સહકાર્યકર્તાઓનો, તેમના માતા-પિતા તથા વિડલોનો, પરમ ઉપકારી દરેક પૂ. સાધુ-સાધ્વીજીઓનો, સંઘના કાર્યકર્તાઓનો તેમ જ શિક્ષક ભાઈ બહેનોનો અમે આભાર માનીએ છીએ. અમે સમસ્ત સમાજને આ સાથે આગ્રહભરી વિનંતી કરીએ છીએ કે સુધર્મ પ્રચાર મંડળના શાસન પ્રભાવનાના આ મહાન કાર્યમાં આપ પણ સાથ સહકાર આપી શાસનની પ્રવૃત્તિને વેગ આપવા મંડળ ના સક્રિય કાર્યકર બની શકો છો. આપના યોગ્ય સૂચન તથા માર્ગદર્શન આપવા આપને નમ વિનંતી છે.
G
લિ. સુધર્મ પ્રચાર મંડળ વતી, શ્રી જશવંતભાઈ એસ. શાહ – પ્રમુખ શ્રી ભોગીલાલ બગડીયા – ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ લુખી – મંત્રી શ્રી લાલભાઈ કાચવાલા – મંત્રી શ્રી ભદ્રેશભાઈ ડી. શાહ – સંયોજક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org