________________
મંડળોની શ્રેણી ૧ થી ૧૬ની પરીક્ષાઓ યોજવી. તેના પપરો કાઢવાથી માંડી ચકાસણી આદિની તમામ વ્યવસ્થા મંડળે સંભાળવી. શ્રેણીમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક મેળવનારને પારિતોષિક અર્પણ કરવું. (૪) જૈનશાળાના શિક્ષકોના સંમેલનો યોજવા. (૫) જૈનશાળાઓની પ્રગતિ માટે પ્રયત્નો કરવા અને ચેતનવંતી કરવા ઉપાયો યોજવા. (૬) સમાજના ઉત્કર્ષ માટે જીવન ઉપયોગી આગમિક સાહિત્યનું પ્રકાશન કરવું સુધર્મ પ્રચાર મંડળની છેલ્લા ર૦ વર્ષની સિદ્ધિઓ (૧) ત્રીસ જેટલી જ્ઞાનશિબિરોનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું. (૨) દશ પ્રશિક્ષણ શિબિરો યોજીન વ્યાખ્યાતાઓ તયાર કર્યા. (3) દશ સંસ્કાર શિબિરોમાં નાના બાળકોને સંસ્કાર સિંચન કરવામાં આવ્યું. (૪) દર વર્ષે ૩૦ થી ૩૪ ક્ષેત્રોમાં પર્યુષણ પર્વ દરમ્યાન ૮૦ થી ૯૦ જેટલા વ્યાખ્યાતાઓ મોકલી શાસન પ્રભાવના કરાય છે. (૫) જૈનશાળાઓની "સુધર્મશ્રેણી" પરીક્ષાનું આયોજન અને વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ. (૬) છેલ્લા દસ વર્ષથી જૈનશાળાઓના શિક્ષકોનું સંમેલન, તેમનું બહુમાન તથા યોગ્ય પુરસ્કાર દ્વારા પ્રોત્સાહન. (૭) છેલ્લા ચૌદ વર્ષથી ધાર્મિક સાહિત્યનું પ્રકાશન અને જ્ઞાન પ્રચારાર્થે ઓછા દરે વેચાણ. સુધર્મ પ્રચાર મંડળની વર્તમાન પ્રવૃત્તિઓનો
પરિચય (૧) પર્યુષણ પર્વ આરાધના : જેનોનાં મહાન પર્વ પષણ દરમ્યાન સાધુ સાધ્વીજીઓથી વંચિત ક્ષેત્રોમાં ધર્મ આરાધના કરાવવા માટે સ્વાધ્યાયી ભાઈ બહેનોને તૈયાર કરી ભારતભરમાં આ મંડળ મોકલે છે. આ સ્વાધ્યાયીઓ પર્વના આઠ દિવસ સુધી પ્રાર્થના, વ્યાખ્યાન, આગમ વાંચન, બપોરની શિબિર, પ્રતિક્રમણ, ધાર્મિક ચર્ચા તથા વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org