________________
શ્રી પાંત્રીસ બોલ
૮૫
સત્ત૨મે બોલે : લેશ્યા છ : ૧. કૃષ્ણ, ૨. નીલ, ૩. કાપોત, ૪. તેજો, ૫. પદ્મ, ૬. શુક્લ. (પક્ષવણા પદ ૧૭, ઉત્તરા. ૩૪)
::
અઢારમે બોલે : દૃષ્ટિ ત્રણ : ૧. સમકિત સૃષ્ટિ, ૨. મિથ્યાત્વ દૃષ્ટિ, ૩. સમામિથ્યાત્વ (મિશ્ર) દૃષ્ટિ. (ઠાણાંગ ૩, પન્નવણા પદ ૧૯) ઓગણીસમે બોલે : ધ્યાન ચાર : આર્ત્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુક્લધ્યાન. (ભગવતી શ. ૨૫ ૩. ૭, ઠાણાંગ ૪.) વીસમે બોલે : છ દ્રવ્યના ત્રીશ બોલ : ધર્માસ્તિકાયના પાંચ : ધર્માસ્તિકાય દ્રવ્યથકી એક, ક્ષેત્રથકી આખા લોક પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી અરૂપી, ગુણથકી ચલણસહાય. અધર્માસ્તિકાયના પાંચ : અધર્માસ્તિકાય દ્રવ્યથકી એક, ક્ષેત્રથકી આખા લોક પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી અરૂપી, ગુણથકી સ્થિ૨સહાય, આકાશાસ્તિકાયના પાંચ ઃ આકાશાસ્તિકાય દ્રવ્યથકી એક, ક્ષેત્રથકી લોકાલોક પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી અરૂપી, ગુણથકી અવગાહનાદાન. કાળના પાંચ ઃ કાળ દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી અઢીદ્વીપ પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી અરૂપી, ગુણથકી વર્તવાનો ગુણ. પુદ્ગલના પાંચ ઃ પુદ્ગલ દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી આખા લોક પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી રૂપી, ગુણથકી ગળે ને મળે. જીવના પાંચ : જીવ દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી આખા લોક પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી અરૂપી, ગુણથકી ચૈતન્યગુણ. (ઠાણાંગ પ, ઉત્તરા. ૨૮) એકવીસમે બોલે : રાશિ બે : જીવરાશિ, અજીવરાશિ. (ઠાણાંગ ૨, સમવાયાંગ ૨, ઉત્તરાધ્યયન ૩૬) બાવીસમે બોલે : શ્રાવકના વ્રત ૧૨. તેના ભાંગા ૪૯. (ભગવતી શ. ૮ ૩. પ, હરિભદ્રિય આવશ્યક અ. ૧)
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org