________________
પ્રબંધ ચિંતામણી
૧૨ એક વખત ધર્મશાસ્ત્ર સાંભળતાં, અર્જુનના ૧૮રાધાવેધની વાત સાંભળીને અભ્યાસને શું મુશ્કેલ છે ? એમ વિચારીને, સતત અભ્યાસ કરીને સર્વના દેખતાં રાધાવેધ કર્યો અને નગરમાં ૧૯હાટની શભા કરાવી. તેની એક ઘાંચી અને એક દરજીએ અવજ્ઞા કરીને ઉત્સવ ન કર્યો, અને શ્રીજરાજાને (નીચે પ્રમાણે) કારણ દર્શાવ્યું. ઘાંચીએ અગાશી ઉપરથી છેક જમીન ઉપર મુકેલા સાંકડા મેઢાના માટીના વાસણમાં તેલની ધાર બરાબર નાખી દીધી. અને દરજીએ જમીન ઉપર ઉભા રહીને આકાશમાંથી
“હે ભોજરૂપી સૂર્ય તમે ખરેખર પૂર્વ દિશામાં જ શોભે છે, પશ્ચિમ દિશામાં જવાથી સૂર (સૂર્ય) પણ હલકે પડે છે.”
(૨) વળી એક વખત શ્રી ભીમ રાજા માલવમંડળમાં ડામરને મોકલ્યા પહેલાં એને ત્યાં કેમ વર્તવું તે શીખવવા મંડ્યા. વાત પુરી થયા પછી ડામરે ત્યાંજ પછેડી ખંખેરી ના ખી, ભીમને કહ્યું “તમારું શીખવેલું અહીંજ મુકી જાઉં છું. કારણકે ત્યાં જઈને હું વખત જોઈને જે સૂઝશે તે બેલીશ.બીજાએ શીખવેલું કેટલું કામ આવે ?" પછી રાજાએ સમયસર બોલવાની તેની ચાતુરી જેવા માટે એક ડાબલાને ગુપ્ત રીતે રાખથી ભરીને ભેજની સભા સિવાય બીજે કયાંક ન ઉઘાડવો એમ કહીને આપ્યો. પછી ડામરે માળવાની ભેજસભામાં જઈને તે ઘણાં કપડાંથી વીંટેલો ડાબલો લાવીને ભેજ આગળ મુ. ભેજ રાજા ઉઘાડીને જુએ ત્યાં અંદર રાખ ભરેલી. એટલે ભેજે પૂછયું કે આ તે કેવી ભેટ ? તરત બુદ્ધિવાળા ડામરે જવાબ આપે કે “દેવ શ્રી ભીમે કટિમ કરાવ્યું હતું. તેની આ તીર્થભૂત રક્ષા છે અને પ્રીતિથી આપને ભેટ મોકલી છે.” આ જવાબથી ખુશી થયેલા રાજાએ પોતાને હાથે બધાને રક્ષા આપી. બધાએ તિલક કર્યું. અંતઃપુરમાં પણ મોકલી. પછી સન્માન પામીને સામી ભેટ સાથે ડામર પાછો આવ્યો, અને એ વૃત્તાન્ત જાણીને ભીમે પણ માન આપ્યું.
(૩) વળી કૌતુક જોવાની મરજીથી ભીમે સીલ કરેલો લેખ આપીને તેને માળવે મોકલ્યો. તેણે ભેટ સાથેને લેખ ભેજને આપે. ભોજે ઉઘાડીને વાંચ્યું ત્યાં “આને તરત મારી નાખવો.' એમ અંદર લખેલું હતું. એટલે આશ્ચર્ય ચકિત રાજાએ પૂછયું “આ શું લખ્યું છે ?' અને તરત બુદ્ધિવાળા ડામરે જવાબ આપ્યો કે મારી જન્મ પત્રિકામાં જ્યાં મારું લેહી પડે ત્યાં બાર વર્ષને દુકાળ પડે એમ લખેલું છે, માટે પોતાના દેશને વિનાશ ન થાય એ હેતુથી ભીમે મને અહીં મોકલ્ય છે. હવે તમે જેમ યોગ્ય લાગે તેમ કરે.”–રાજાએ તેને મારવાની ના પાડી અને સન્માન સાથે પાછો મેકલ્યો. ત્યાં ભીમે તેની બુદ્ધિ માટે તેને બહુ માન આપ્યું.
૧૮ દ્વિપદી સ્વયંવરમાં અર્જુનના મત્સ્યવેધ નામથી ઓળખાય છે તે જ આ રાધાવેધ હશે.
૧૯ હાટની શોભા કરાવી એટલે રાધાવેધ કર્યો એ માટે બજાર શણગારવાને હુકમ કર્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org