________________
ભોજ અને ભીમના પ્રબંધે
૭૩ અહિં વંશપરંપરાથી રહું છું. એ તમારા જેવા આગન્તુકના કહેવાથી મારું સ્થાન કેમ છડું?” આ સાંભળીને (નાટક જોતા) રાજા ભોજે હસીને ડામર આગળ નાટકમાં ઉતરેલા રસની પ્રશંસા કરી. ત્યારે ડામરે કહ્યું “દેવ, રસ ખૂબ ઉતર્યો છે, પણ કથાનાયકના વૃત્તાન્ત સંબંધી નટનું અજ્ઞાન ધિક્કારવા યોગ્ય છે. કારણકે શ્રી તૈલિપ રાજા શળમાં પરોવેલા મુંજરાજાના માથાથી ઓળખાય.” ( અહીં એ નથી તેથી નથી ઓળખાતે) આ રીતે સભા સમક્ષ ડામરે કહ્યું એટલે તેના તિરસ્કારથી ક્રોધમાં આવીને કોઈ વખત ન કરેલી એવી તૈયારી સાથે એજ વખતે તિલંગદેશ તરફ પ્રયાણ કર્યું.
પછી ૧૯તૈલિપદેવનું મોટું લશ્કર આવતું સાંભળીને વ્યાકુળ થયેલા ભોજ પાસે ડામર આવ્યો અને રાજા (ભીમ)નો કલ્પિત સંદેશો બતાવીને ભોગપુર પાસે ભીમ આવેલ છે એમ કહ્યું.
ઘારાંમાં ક્ષાર મુક્યા જેવી ડામરની તે વાતથી બેબાકળા થઈ ગયેલા શ્રી ભોજરાજાએ “તમારે. ગમે તેમ કરીને તમારા રાજાને આ વર્ષે ચડી આવતાં રેકો.” એ રીતે ડામરને વારંવાર દીનતા સાથે કહેવાથી, વખત સમજનાર ડામરે ભોજરાજા પાસેથી હાથણી સાથે એક હાથી ભેટરૂપે લઇને પાટણમાં શ્રી ભીમને સંતોષ પમાડ્યો. ૧૭
૧૬ તૈલિપને આ રીતે ભોજન સમકાલિન મેરૂતુંગ કહે છે તે ભૂલ છે, કારણ કે ભાજપના ગાદીએ બેઠા પહેલાં જ તૈલિપ વિ. સં. ૧૫૩ માં મરણ પામ્યો હતે. રાજવલ્લભે તે લખ્યું છે કે ભોજે મુંજની વિધવા કુસુમવતી (તૈલપની બહેનોને મરદાની પોષાકમાં સાથે લઈ તૈલપ ઉપર ચડાઈ કરી તેને હરાવી કેદ કરી મારી નાખ્યો. પણ એ કલ્પિત કથા છે.
૧૭ ડામર સંબંધી પ્ર. ચિં. ની બીજી પ્રતમાં ઉપર ઉતારેલ છે તે ઉપરાંત કેટલીક વાતો છે (જે મૂળમાં ટિપ્પણીમાં ઉતારી છે) તેને સાર નીચે આપ્યો છે, (૧) શ્રી ભેજરાજ ગુજરાત ઉપર પ્રસ્થાન કરીને બહાર નાખેલા તંબુમાં જ્યારે ડામરને મળ્યા ત્યારે તેણે પૂછયું કે “ભીમડીય (રાજા ભીમ) નામનો હજામ શું કરે છે ?” ત્યારે ડામરે જવાબ આપ્યો કે “બીજા રાજાઓનું માથું મુંડયું છે અને એકનું પલાળી રાખ્યું છે તે હવે મુંડશે” આ જવાબથી રાજા ચમત્કાર પામ્યો. પછી રાજભવનમાં રાજવિંડબન નામનું નાટક ભજવાતું હતું તેમાં ડામરનો સ્વામી (ભીમ)કર્ણાટકના રાજાની ખુશામત કરતો બતાવવામાં આવ્યો હતો, એ જોઇને ડામરે કહ્યું “હે ભેજરાજા, જે મારે રાજા કર્ણાટકના રાજાના હાથથી ખેંચાતા હોય તે એના હાથમાં મુંજનું માથું કેમ નથી ” આ વાક્યથી આગળનું વેર યાદ આવતાં ગુજરાત દેશ છોડી દઈને ભોજે કર્ણાટક તરફ પ્રયાણ કર્યું. ત્યારે ડામરે ભેજને કહ્યું -
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org