________________
७२
પ્રબંધ ચિંતામણી
ભોજને ગુજરાત ઉપર ન આવવા દેવા. આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી તે [ડામર] ત્યાં ( ભેાજની રાજધાનીમાં ) ગયા અને તે અત્યંત કક્રુપા પશુ પારકાનું ચિત્ત જાણવામાં કુશળ ડામરને ભેજે નીચે પ્રમાણે કહ્યું
*
(૨૯) (ભેાજે પૂછ્યું)—“તમારા રાજા પાસે સન્ધિવિગ્રહના કામ ઉપર કેટલાક દૂતા છે તે કહેા ” (ડામરે જવાબ આપ્યા—“ હે માલવરાજ ! ત્યાં તા મારા જેવા ધણા છે. પણ તેઓ ત્રણ પ્રકારના છે અને સામાના અધમ, મધ્યમ, તથા ઉત્તમ ગુણને જોઇને તેને અનુરૂપ માણસાને મેકલવામાં આવે છે. ” અંદરથી હસીને તેણે ( ડામરે) આપેલા આ જવાબથી ધારાના રાજા ખુશી થયા.
ઉપર પ્રમાણે તેના વચનની ચતુરતાથી આશ્ચર્ય સાથે ખુશી થયેલા રાજાએ ગુજરાત તરફ પ્રયાણ માટે ઢાલ વગડાવ્યા. પ્રયાણુના આરંભ વખતે એક ચારણ કવિએ નીચે પ્રમાણે સ્તુતિ કરીઃ
(૩૦) ચેાલદેશના રાજા સમુદ્રના ખેાળામાં પેસી જાય છે, આન્ધ્રને રાજા પર્વતની ગુફામાં વસે છે; કર્ણાટકના રાજા પાડી નથી બાંધતા, ગુજરાતના રાજા ઝરણાંઓને સેવે છે, ચેદીને રાજા અસ્ત્રો ચાટે છે, અને રાજાઓમાં સુભટ એવા કાન્યકુબ્જા રાજાપણુ કૂબડા થઇ પડશે। છે. હું ભેાજરાજ તમારા લશ્કરની હિલચાલના ભયના મેાજાથી બધા રાજાએ વ્યાકુળ થઇ ગયા છે.
(૩૧) કાકણનેા રાજા ખુણામાં ભરાઇને સુવે છે, લાટના રાજા બારણા પાસે સુવે છે, કલિંગના રાજા આંગણામાં સુવે છે, હું કાશલના રાજા! તું તેા નવા છે, પણ મારા પિતા પણ અહિંજ ચેાગાનમાં રહેતા હતા. આ રીતે ( માળવાના ) ક્રેદખાનામાં રાતે પથારી કરવા માટે સ્થાન મેળવવા સારૂ રાજાએ વચ્ચે ઝગડા થયા છે.
65
પ્રયાણુના ઢાંલ વગડાવ્યા પછી સમસ્તરાજવિડંબન નામનું નાટક ભજવાતું હતું, તેમાં કાઇક રાજાએ ક્રોધમાં આવીને કેદખાનાની અંદર સારૂં સ્થાન રાકીને બેઠેલા તૈલિપરાજાને ઉડાડયા ત્યારે તેણે કહ્યું હું તે દરના નામથી ઘેાડાં સુભાષિતે પણ સુભાષિત સગ્રહેામાં મળે છે, એટલે મેરૂત્તુંગે કરેલાં એની ચતુરતાના વખાણને ટકા મળે છે, પ્રબ`ધ ચિંતામણિની અમુક પ્રતામાં આ ડામરને નાગર જ્ઞાતિના કહ્યો છે. ( જુએ મૂળમાં ટિપ્પણીમાં આપેલું પાઠાંતર) એ ડામરની ચતુરતાની ઘણી વાતા જૂના વખતમાં પ્રચલિત હશે એમ લાગે છે પ્ર. ચિં, ની જુદી જુદી પ્રતામાં ન્યૂનાધિક વાતા મળે છે. અને રત્ન મટ્ટિર ગણિના ભેાજ પ્રબંધમાં પણ કેટલીક વધારે વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org