________________
વનરાજદ્ધિ ચપાત્કટ વંશ
૩૭
ર
ધેલા થઈ ગયા છે” એમ ગણીને પેાતાના મુલકના સીમાડા ઉપર લશ્કરને તૈયાર રાખીને છુપાયેલા ચારેની રીતે એ બધું પડાવી લઈ પેાતાના બાપ પાસે હાજર કર્યું. અંદરથી કાપેલા પણ મુંગા રહેલા રાજાએ તેએને કાંઇ આવકાર ન આપ્યો. એ બધું રાજાને સોંપી ને ક્ષેમરાજ કુંવરે આ સારૂં કામ કર્યું કે નહારૂં ? ” એમ પૂછ્યું. ત્યારે રાજાએ જવાબ આપ્યો કે “ જો સારૂં કામ કર્યું એમ કહું તેા બીજાની વસ્તુએ લુંટવાનું પાપ લાગે; જો નારૂં કર્યું એમ કહું તો તમારા મનમાં ખેદ થાય. માટે મૌનમાંજ શ્રેય છે, એમ સિદ્ધ થયું. હવે તમે વ્હેલાંજ પૂછ્યું ત્યારે ખીજાનું ધન લુંટવાની ના પાડી તેનું કારણ સાંભળેા. જ્યારે ખીજા રાજ્યોના રાજા બધા રાજાઓનાં રાજ્યની પ્રશંસા કરે છે ત્યારે ગૂજરદેશમાં ચારાનું રાજ્ય છે એમ મશ્કરી કરે છે. આપણા એલચી૬૭ આ વાત પત્રદ્રારા જણાવે છે ત્યારે આપણા પૂર્વજો વિષે કાંઇક ગ્લાનિ થઈને દુઃખ થાય છે, આ પૂર્વજોનું કલંક અધાય લકાના હ્રદયમાંથી ભુલાઇ જાય તેા બધા રાજાઓની હારમાં આપણે પણ રાજા કહેવાઇએ. પણ થેાડા ધનના લેબથી તમે આ પૂર્વજોનું કલંક વિસ્તારીને તાજું કર્યું છે.’” પછી રાજાએ આયુધશાળામાંથી પેાતાનું ધનુષ્ય મગાવીને “તમારામાં જે ખળવાન હેાય તે ચડાવે.” એમ કહ્યું. પણ કાઇથી તે ચડાવી શકાયું નહિ. ત્યારે રાજાએ રમતમાં તેની પણછ ચડાવીને કહ્યું :--
(૨૧) રાજાઓના હુકમના ભંગ થાય, સેવાની રાજી બંધ થાય, અને સ્ત્રીઓની ( પતિથી ) જીંદી પથારી એ શસ્ત્ર વગરના વધ કહેવાય છે. “ આ પ્રમાણે નીતિશાસ્ત્રના ઉપદેશ હાવાથી અમારા આ રીતે શસ્ત્ર વગર વધ કરનાર પુત્રાને શી શિક્ષા કરવી યેાગ્ય છે?” આ કારણથી રાજાએ પ્રાયેાપવેશન ( અન્નજળના ત્યાગ ) કરીને એકસાવીશ વર્ષની ઉમ્મરે ચિતામાં પ્રવેશ કર્યાં. આ રાજાએ શ્રી ભટ્ટારિકાયાગીશ્વરીનું મંદિર અંધાવ્યું હતું.
૨૨ આ રાજાએ ૩૫ વર્ષ રાજ્ય કર્યું, પછી સં. ૮૯૭ થી ૨૫ વર્ષ શ્રી ક્ષેમરાજે રાજ્ય કર્યું. પછી સં, ૯૨૨થી ૨૯ વર્ષ શ્રી ભૂયડે રાજ્ય કર્યું, આણે શ્રી પાટણમાં શ્રી. ભૂયડેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. પછી સં. ૯૫૧ થી શ્રી. વૈરીસિંહે ૨૫ વર્ષ રાજ્ય કર્યું, પછી સં. ૯૭૬ થી ૧૫ વર્ષે
૬૭ મૂળમાં સ્થાન પુત્ર શબ્દ છે, તેને તે સ્થળે રહેતાં માણસા એવા સામાન્ય રીતે થાય, આ પુસ્તકમાં ક્વચિત્ ાસુસ જેવા અંમાં પણ આ શબ્દ વપરાયેલા દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org