________________
પ્રબંધ ચિંતામણી મૂર્તિ બેસારી તેમજ પિતાના રાજમહેલ પાસે કહેશ્વરીનું મંદિર કરાવ્યું. ૧૩
(૨૦) વનરાજથી આરંભાયેલું ગૂર્જરોનું આ રાય જેનોએ મંત્રોથી સ્થાપ્યું છે, પણ જેનÀપીઓ એ વાતથી રાચતા નથી.*
૨૦ શ્રી વનરાજે ૫૦ વર્ષ, બે માસ અને એકવીસ દિવસ રાજ્ય કર્યું, તેનું આખું આયુષ્ય ૧૦૮ વર્ષ, બે માસ અને એકવીસ દિવસનું હતું. ૨૫
સં. ૮૬૨ વર્ષે આષાઢ સુદિ ત્રીજને ગુરૂવારે અશ્વિની નક્ષત્રમાં સિંહ લગ્નમાં વનરાજના પુત્ર શ્રી ગરાજને રાજ્યાભિષેક થયો. તેને ત્રણ કુંવર હતા.
૨૧ એક વખત ક્ષેમરાજ નામના કુંવરે રાજાને વિજ્ઞપ્તિ કરી કે “બીજા દેશના રાજાનાં વહાણો પવનના કાનથી વિખરાઈ ગયાં છે અને બીજે કઈ કાંઠેથી શ્રી સોમેશ્વર પાટણમાં આવી ચડયાં છે. હવે, આ વહાણમાં એક હજાર તેજસ્વી ઘોડાઓ, એકસો પચાસ હાથી અને બીજી વસ્તુઓ કરેડાની સંખ્યામાં છે. એ બધું આપણા દેશમાં થઈને પિતાના મુલકમાં જશે. જે મહારાજા હુકમ કરે તે એ બધું લુંટી લઈએ.” ત્યારે રાજાએ ના પાડી. એ પછી તે ત્રણે કુંવરેએ “રાજા ઘરડા થવાથી
૬૩ ૧૯મે પ્રબંધ જિનમંડન ગણિના કુમારપાલ પ્રબંધમાં પણ આ પ્રમાણે જ છે.
૬૪ આ લોક કુમારપાલ પ્રબંધમાં પણ મળે છે. પણ જેને ગુર્જરેનું રાજ્ય પોતે સ્થાપ્યાને આ દાવો તેના દ્વેષીઓ એટલે બ્રાહ્મણો કબુલ રાખતા નથી એ વાતને ધર્મારણ્યની માએ વનરાજને ઉછેર્યાની જુદી જાતની દંતકથાથી ટેકો મળે છે..
૬૫ સંવત ૮૦૨ થી ૬૦ વર્ષ વનરાજે રાજ્ય કર્યું, એમ છે. ચિની બે પ્રતમાં પાઠ મળે છે. ( જુઓ મૂળ પૃ. ૨૨ કિ. ૨) અને જિનમંડન ગણિએ પણ વનરાજે સાઠ વર્ષ રાજ્ય કર્યું એમ લખ્યું છે. રાજાવલી કોષ્ટકમાં પણ એમ છે. સુકૃત સંકીર્તન અને સુશ્રુતકીર્તિ કલ્લોલિનીમાં વનરાજને ચાપાકટ વંશનો સિંહ કે વનમાંથી ઉઠેલ વીર કહેલ છે, એ બાળક હતા ત્યારે એના ઉપરથી છાયા ન ખસવાની વાત સુકૃત કીર્તિ કલ્લોલિનીમાં સેંધાયેલ છે. (ા . ૯).
વનરાજે અણહિલપુર પાટણ સ્થાપ્યું અને પંચાસરનું મંદિર બંધાવ્યું એટલું આ બેય ગ્રંથોમાં મળે છે.
૬૬ એક પ્રતમાં સં. ૮૬૨ વર્ષે એટલે જ પાઠ છે મહિને, તિથિવાર વગેરે નથી. અને અમુક પ્રતમાં આષાઢ શુદિ ૧૩ લખી છે. (જુઓ મૂળ પૃ૨૧ ટિ. ૨, ૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org