________________
વનરાજાદિ ચાપોત્કટ વંશ
૩૩
૧૬ એક દિવસ કાકર ગામમાં કોઈ વેપારીના ઘરમાં ખાતર પાડીને જ્યાં ધન ચરવા જતા હતા ત્યાં દહીંના ઠામમાં હાથ પડી ગયો. એટલે અહીં તે હું જ, એમ વિચાર કરીને તે બધું (ચેરેલું) ત્યાં જ મુકીને પાછો વળી ગયો. બીજે દિવસે તે વેપારીની બહેન શ્રીદેવીએ રાતે છાની રીતે સહોદરના હેતથી તેને બેલાવ્યું. અને ભોજન તથા કપડાં આપીને તેના ઉપર ઉપકાર કર્યો, ત્યારે વનરાજે વચન આપ્યું કે “મારે રાજ્યાભિષેક થશે ત્યારે તને બહેન ગણીને તારી પાસે તિલક કરાવીશ.”૫૩
૧૭ વળી એક વખત ચરને ધંધો કરતા વનરાજના ચોરોએ જંગલમાં એક ઠેકાણે જમ્બ નામના વાણીઆને (તેની પાસેથી ધન લુંટી લેવા) રોક્યો પણ તેણે ત્રણ ચોરને જોઈને પિતાની પાસેનાં પાંચ બાણમાંથી બે બાણ ભાંગી નાખ્યાં અને ચોરેએ એમ કરવાનું કારણ પૂછતાં તેણે કહ્યું કે “તમે ત્રણ છે માટે ત્રણથી વધારે બાણુ નકામાં છે, ત્યારે (તેની પરીક્ષા જોવા ) તેઓએ બતાવેલ ફરતી વસ્તુને તેણે બાણથી વીંધી નાખી, આથી તેઓ ખુશી થયા અને તેને પિતાની સાથે લઈ ગયા. પછી તેની યુદ્ધ કરવાની કળા જેઈને ચકિત થયેલા શ્રી વનરાજે “માર રાજ્યાભિષેક થાય ત્યારે તું મહામાત્ય થઈશ” એમ વચન આપીને તેને જવા દીધો.૫૪
૧૮ પછી એક વખત કાન્યકુન્જના રાજાએ પિતાની પુત્રી શ્રી. મહણિકાને"પ પહેરામણી તરીકે કંચુક સંબંધમાં ગૂર્જરદેશ આપેલ, તેની (ખંડણી) ઉઘરાવવા કાન્યકુજથી જે “પંચેલી 'પર્ક આવેલ તેણે વન
પર મૂળમાં આપેલ ક્ષાત્રપતન શબ્દ પણ ધારીત્રપાત જે ગુજરાતી ખાતર પાડવુંને રૂપાંતર લાગે છે. પણ ખાતર પાડવું એનો અર્થ ચેરી કરવી છે થાય છે. જ્યારે ખાત્રપાતન શબ્દ ચેરી માટે દીવાલમાં બાકોરું પાડવું એ અર્થમાં મેરૂતુંગે વાપર્યો છે,
૫૩ ૧૬ મા પ્રબંધને શ્રી દેવીવાળ વૃત્તાન્ત જિનમંડનગણિના કુમારપાવ પ્રબંધમાં પણ છે. આખી વાત બહારવટીઆઓની ચાલતી વાતોને મળતી છે. ટેનીએ મધ્યકાળના કોઈ બહારવટીઆએ ઘરધણીના ઘરનું મીઠું ભુલથી હોઠ અડાડયું માટે તે ઘરમાંથી કાંઈ ન લીધું એ મતલબની વીલાચતની દંતકથાને સાર ૪-૨-૧૮૯૯ના
બ” નામના વર્તમાન પત્રમાંથી ટિપ્પણીમાં ઉતાર્યો છે. (પૃ. ૧૭).
૫૪ જન્મ ૧૭ મે પ્રબંધ જિનમંડનના કુમારપાળ પ્રબંધમાં લગભગ ઉપર પ્રમાણે મળે છે.
૫૫ જિનમંડનગણિએ મહણિકાને બદલે મહણલદેવી નામ આપ્યું છે.
પ૬ મૂળમાં પંચકુલ શબ્દ છે, એ શબદ આ પુસ્તકમાં અનેક સ્થળે મળે છે, એને અર્થ કવચિત વસુલાતી નકર જે તે ક્વચિત સામાન્ય નેકર જેવો જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org