________________
૩૨
પ્રબંધ ચિંતામણી
વીણતી હતી ત્યાં જૈનાચાર્ય શીલગુણસૂરિ પ્રસંગોપાત્ત આવી ચડયા. અને તેમણે બપોરે પણ ઝાડની છાયા ખસી નહિ એ જોઈને, ઝેળીમાં રહેલા બાળકના પુણ્યને એ પ્રભાવ છે એમ વિચાર કરીને, આ બાળક જૈનધર્મને પ્રભાવક થશે એમ આશાથી તે બાળકની મા માટે આજીવિકાનો બંદોબસ્ત કરીને તેની પાસેથી તે બાળકને માગી લીધા. અને પોતાની એક શિષ્યા). વીરમતીને ઉછેરવા આપ્યો. આ રીતે ઉછરતા એ બાળકને ગુરૂએ પવનરાજ નામ આપ્યું. અને આઠ વર્ષને થયો ત્યારે તેને દેવની પૂજાનાં સાધનો ને નાશ કરનાર ઉંદરેથી તે સાધનાની રક્ષા કરવાનું કામ સોંપ્યું. પણ વનરાજ તે ઢેફાં મારી ઉંદરને નાશ કરવા લાગ્યો, એટલે ગુરૂએ તેમ કરવાની ના પાડી. પણ વનરાજે કહ્યું કે એ (ઉંદર)ને ચેથા (દંડરૂપ) ઉપાયથી જ વશ રાખી શકાય એમ છે. પછી તેના જાતક (જન્મ કુંડલી) માં રાજયોગ છે એમ વિચારીને તથા એ મોટે રાજા થશે એવો નિર્ણય કરીને તેને પાછો તેની માતાને સોંપી દીધો. અને મારી સાથે ભીના કઈ ગામમાં (પાન) રહીને ચોરના (ખરી રીતે ધાડપાડુના). ધંધાથી રહેતા પિતાના મામા સાથે બધે ધાડ પાડવા લાગ્યા.
૫૦ મેરૂ તુંગે ઉપર વનરાજ પંચાસરના ચાવડાવંશને હતું એટલું જ કહ્યું છે, તેની માતાનું પણ નામ નથી આપ્યું. પણ રત્નમાળામાં કૃણાજીએ વનરાજના પિતા પંચાસરના રાજા જયશિખરી વિષે લાંબી કથા આપી છે. કાન્યકુબજ દેશના કલ્યાણ કટકના રાજા ભુવડે વીર જયશિખરીને કેવી રીતે હરાવ્યો અને તેની સગર્ભા રાણી રૂપસુંદરીને રાજાએ પોતાના સાળા સુરપાળ સાથે કેવી રીતે જંગલમાં મેકલી દીધી, અને ત્યાં કોઈ ભીલડી સાથે રહેતાં તેને પુત્ર ઉત્પન્ન થયો ત્યારે એ કેવું કષ્ટ વેઠતી વગેરે વર્ણન રત્નમાળામાંથી રાસમાળામાં પણ ઉતાર્યું છે. (જુઓ રાસમાળા ગુજરાતી ભાષાંતર ત્રીજી આવૃત્તિ પૃ. ૨૩ થી ૩૩). જિનમંડનગણિ કુમારપાલ પ્રબંધમાં મેરૂતુંગને અનુસરે છે. પણ ધર્મારણ્યમાં જુદી રીતે વૃત્તાંત છે:તેમાં જયશિખરીની રાણીનું નામ અક્ષતા આપ્યું છે. આ રાણીને ધર્મારણ્યક્ષેત્રમાં પીલુડીના વનમાં મોઢ બ્રાહ્મણે તપ કરતા હતા ત્યાં, તેઓના આશ્રમમાં મુકી આવવાનું જયશિખરીએ સુરપાળને કહ્યું અને ત્યાં જન્મેલા વનરાજને મોઢ બ્રાહ્મણોએ મેટે કર્યો. અને જંગલમાં સુતેલા વનરાજના મોઢા ઉપર આવતા તડકાથી તેનું રક્ષણ કરવા માગે પિતાની ફેણનું છત્ર કર્યું; એ જોઈને બ્રાહ્મણોએ આ ગુર્જરદેશને રાજ થશે એમ વિચાર કર્યો. વગેરે કથા છે.
પા મૂળમાં આપેલ ધારીપત શબ્દ ગુજરાતી ધાડ પાડવીનું સંસ્કૃત કરેલું રૂપ લાગે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org