________________
૨૮
પ્રમ’ધ ચિંતામણિ
વહેતી નદીમાંથી તરંગા દ્વારા પાણીમાંથી કાંઠે આવી પડેલા એક માછલાંને હસતું જોયું, એટલે પ્રકૃતિના વિકાર થાય એ ખરામ ચિહ્ન છે એમ જાણીને, ખીકથી મુંઝાઈને, બધા ડાહ્યા માણસાને પેાતાની ( માછલું હસ્યું એ શું?) એ શંકા પૂછવા માંડી; તેમાં નાનસાગર નામના એક જૈન મુનિને પૂછ્યું. પાતાના વિશેષજ્ઞાનના ખળથી તેણે તેને પૂર્વ જન્મ જાણીને નીચે પ્રમાણે ઉપદેશ આપ્યા કે “ તમે પૂર્વજન્મમાં આજ શહેરમાં લાકડાનેા ભારા વેચી નિર્વાહ કરતા રહેતા હતા, અને તમને કાંઇ પ્રજા નહેાતી, ત્યારે જમવાટાણે તમે આજ નદીને કાંઠે પથરા ઉપર બેસી સાથવેા પાણીમાં પલાળી હમેશાં ખાતા. એક દિવસ ક્રાઇ જૈનમુનિ એક માસના ઉપવાસ કરી પાસેથી જતા હતા ત્યારે તમે તેને ખેલાવી પારણું કરવા તે સાચવાના પિંડા આપી દીધો. તે પાત્રે કરેલા દાનના પ્રભાવથી અત્યારે તમે સાતવાહન રાજા છે. અને તે મુનિ દેવ થયા છે અને તે દેવથી અધિષ્ઠિત આ માછલાંએ તે લાકડાંને ભારા વેચનાર જીવને તમને આજ રાજારૂપે જોઇને આનંદથી હાસ્ય કર્યું છે. આ કથા નીચેના શ્લોકમાં સંગ્રહાઇ છેઃ—
(૧૯) માલાનું માઠું હસ્યું એ જોઈને ભયભીત સાતવાહન રાજાને ઋષિએ કહ્યું કે “તમે વ્હેલાં પૂર્વજન્મમાં આ નદીમાં મુનિને સાથવાથી પારણું કરાવ્યું હતું, તે તમને દૈવથી ( આ સ્થિતિમાં ) જોઇને માછલું હસ્યું.”
૪૩
આ શ્રી સાતવાહને જાતિસ્મરણુથી પૂર્વજન્મના વૃત્તાન્તને સાક્ષાત્ જોઇને ત્યારથી દાનધર્મમાં તથા મહાકવીઓના તેમજ વિદ્વાનાના સંગ્રહ કરવામાં પરાયણ રહેવા માંડયું. તેણે ચાર ક્રોડ સુવણું આપીને ચાર ગાથાઓ ખરીદી અને શાલિવાહન નામથી સંગ્રહેલી ગાથાઓના કાશનું મોટું શાસ્ત્ર રચાવ્યું. આ રીતે અનેક યશસ્વી કાયૅના ભંડાર જેવા શ્રી સાતવાહન રાજાએ લાંબા વખત સુધી રાજ્ય કર્યું. ઉપર કહેલી ચાર ગાથાઓ બહુશ્રુત માણસે પાસેથી જાણી લેવી.૪૪
૪૩ આ માછલાંવાળી કથા ઘેાડા ફેરફાર સાથે પ્રબન્ધકાશમાં મળે છે.
૪૪ એક હસ્તપ્રતમાં તથા છાપેલી પ્રતમાં “ આ ચાર ગાથા નીચે પ્રમાણે છે.'’ એમ કહી દશ ગાથાઓ આપેલી છે જીએ મૂળ પૃ. ૧૭ ટિ. ૪. પણ આ ગાથાઓને કથા ભાગ સાથે કરો। સબંધ નથી, અને ચાર કહીને દા આપી છે એ ઉષાડો અવિરાધ જોતાં, હાંશીઆમાં કોઇએ ગમે તે ગાથાઓ લખી દીધી હરો તે અંદર આવી ગઇ હાવાને સભવ છે. આ દામાંની કાઈ ગાયાકાશની વેબરની આવૃતિમાં નથી મળતી એમ ટાનીએ નોંધ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org