________________
શાલિવાહન પ્રખ ધ
પરિશિષ્ટ
માળવાના રાજા મુંજના સમયમાં એટલે વિક્રમના અગીઆરમા શતકમાં વિક્રમાદિત્ય પેઠે સાતવાહન કે શાલિવાહનની જૂના વખતના પરાક્રમી રાજા તરીકે પ્રખ્યાતિ હતી ( એ પરિશિષ્ટ ર્માં ઉતારેલા નવસાહસાંકચરતને શ્લાક ). સાતવાહન કે શાલિવાહન રાજાની કથા કથાસરિત્સાગરમાં પણ મળે છે ( જુએ તરંગ છઠ્ઠો ). જેમાં સાતવાહનને પ્રતિષ્ઠાનના રાજા કહ્યો છે. અને બૃહત્કથાના કવિ ગુણાઢથ અને કથાસરિત્સાગરના આરંભ થાય છે. પણ કથાસરિત્સાગરમાં નાગાર્જુન અને શાલિવાહનને સંબંધ ક@ા નથી, જ્યારે આ જૈનમ્રુતપરંપરા પ્રમાણેની શાલિવાહનની કથામાં નાગાર્જુનના સંબંધ આવે છે. ( જુએ આજ ગ્રન્થના પ્રકાશ પાંચમા ).
સાતવાહનના પ્રસંગથી જ
અહીં પ્ર. ચિં.માં સાતવાહનની જે ટુંકી કથા આપી છે તે ખાસ જૈનમ્રુત પરંપરાની કથા છે, આ કથાના વિસ્તાર માટે તથા શાલિવાહનના જન્મની ક્યા માટે પ્રભાવક ચરિતમાં પાદલિપ્ત પ્રબંધ તથા તીર્થંકલ્પ જુએ. તીર્થકલ્પ પ્રમાણે સાતવાહનના જન્મ એક વિધવા બ્રાહ્મણી અને નાગરાજના સંબંધથી થયા હતા. કથાસરિત્સાગરમાં ગુણાત્યના જન્મ આ પ્રમાણે થયાનું કહેલું છે.
૨૯
ઐતિહાસિક વિચારણા માટે ઉપયેગી હાય એવું કાંઇ પ્ર. ચિ,ની કથામાં તે। મળતું નથી, પણ તીર્થંકલ્પ વગેરેમાં આપેલી કથામાં આ સાતવાહન વિક્રમાદિત્યના સમકાલિન હતા, તેણે વિક્રમાદિત્યને હરાવેલા અને છેવટ તાપીની ઉત્તરમાં વિક્રમાદિત્યનું રાજ્ય અને દક્ષિણમાં સાતવાહનનું એ પ્રમાણે હદ બાંધી વગેરે વાત છે. દક્ષિણમાં ઈ. સ. પૂર્વે ૨૦૦ થી લગભગ સાડાચારસા વર્ષ સુધી આન્ધ્ર વંશનું રાજ્ય હતું અને એ વંશના રાજાએ સાતવાહન કહેવાતા. એટલે વિક્રમ સંવત્ના આરંભ વખતે દક્ષિણમાં સાતવાહનનું રાજ્ય હતું જ અને કાઇ વખત માળવા પણ આ આન્ધ્ર વંશના તાબામાં ગયું હતું એટલી ઐતિહાસિક હકીકતનું સ્મરણ ઉપલી દંતકથામાં લાગે છે. પણ સાતવાહન સંબંધી આ દંતકચા શ્રી. જયસ્વાલના તર્કની વિરૂદ્ધ જાય છે. વાયુ, મત્સ્ય, વિષ્ણુ ( અંશ ૪ અ. ૨૪) વગેરે પુરાણામાં આન્ધ્ર વંશની વંશાવળી મળે છે, આ વંશાવળીએ તથા એ વંશના તેમજ બીજા ઉત્કીર્ણ લેખા ઉપરથી ઉકેલેલા આન્ધ્ર વંશના ઇતિહાસ માટે જી વીન્સેન્ટસ્મીથની The Early History of India તથા પરિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org