________________
શાલિવાહન પ્રબંધ
२७ એ સંબંધને લગતી અનેક કથાઓ આપેલી છે. વળી તીર્થકલ્પ, પ્રભાવક ચરિત વગેરે ગ્રન્થોમાં સિદ્ધસેનનું ચરિત્ર પણ લંબાણથી આપ્યું છે. પ્ર. ચિ. ની એક પ્રતમાં પણ કેટલુંક વિશેષ છે (જુઓ મૂળ પૃ. ૯ ટિ. ૧) પણ બધી કથાઓને ટુંક સાર એટલો જ છે કે સિદ્ધસેન વૃદ્ધવાદીના શિષ્ય હતા, પણ એમણે જૈનસિદ્ધાન્તોને સંસ્કૃત ભાષામાં ગુંથવાની ઈચછા કરી એ મોટું પાપ થયું અને તેના પ્રાયશ્ચિત્ત તરીકે બાર વર્ષ સુધી તપ સહિત તીર્થયાત્રા તથા જૈનધર્મની પ્રભાવના કરવાનું સ્વીકાર્યું. સિદ્ધસેન બાર વર્ષ યાત્રામાં ગાળી પછી માળવે ગયા અને ત્યાં તેણે વિક્રમરાજાને ઉપદેશ આપી જેનધર્મ અંગીકાર કરાવ્યો. સિદ્ધસેને મહાકાળના મંદિરમાં શિવને નમસ્કાર ન કર્યા અને રાજાના આગ્રહથી નમસ્કાર કરતાં શિવલિંગ ફાટવું વગેરે કથા તે બ્રાહ્મણ ધર્મ કરતાં જૈનધર્મની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે ચલાવેલ ચમત્કાર કથા છે. પણ આ સિદ્ધસેનસૂરિ સમર્થ વિદ્વાન હતા એ નિઃસંશય; એમણે પ્રાકૃતમાં સન્મતિતર્ક જેવો અપૂર્વ મહાગ્રંથ રચ્યો છે અને સંસ્કૃતમાં ધાર્વિશિકાઓ (બત્રીશીઓ) રચી છે.
આ સિદ્ધસેનસૂરિને સમય એમના ગ્રંથો ઉપરથી ચોક્કસ નકકી થઈ શકતું નથી અને વિક્રમના સંબંધ ઉપરથી નક્કી કરવામાં વિક્રમ સં. ની ઉપર જોયેલી મુશ્કેલી નડે છે.
૨. શાલિવાહન પ્રબંધ. ૧૩ હવે દાનમાં તથા વિદ્વત્તામાં શ્રી શાલિવાહનની કથા જેમ સાંભળી છે તેમ ઉતારી છે; તેના પૂર્વજન્મની કથા આ પ્રમાણે છે. શ્રી પ્રતિષ્ઠાન નગરમાં સાતવાહન રાજા રાજ સ્વારી ફરવા જતા હતા, ત્યાં શહેરની બાજુમાં
૪ર સિદ્ધસેન વૃદ્ધવાદીના શિષ્ય કેવી રીતે થયા એ સંબંધી ઉપર કહેલ પ્ર. ચિ. ની એક પ્રતમાં તથા પ્રભાવક ચરિતમાં આપેલ કથા જરા જેવા જેવી છે. વૃદ્ધવાદીએ શ્રીકૃષભદેવની સ્તુતિથી મુસળીને કુલ આણ્યાં. આ જોઈને સિદ્ધસેન તેની સાથે વાદ કરવા તેની પછવાડે ગયા. અને વાદ કરવા માટે આગ્રહ કર્યો. વૃદ્ધવાલીએ શહેરમાં જઈને વાદ કરવાનું કહ્યું પણ સિદ્ધસેને કહ્યું “અહીં જ વાદ કરીએ અને આ ગેવાળે સભ્ય થશે.” વૃદ્ધવાદીએ હા પાડી, પછી સિદ્ધસેને સંસ્કૃતમાં પિતાનો સિદ્ધાંત કહ્યો પણ તેમાં ગોવાળીઆ શું સમજે? પછી વૃદ્ધવાદીએ એક જ પ્રાત ગાથા કહી કે “કોઈને મારવું નહિ, કાંઈ ચોરવું નહિ, પરસ્ત્રીગમન કરવું નહિ અને ચેડામાં હું જે બને તે દાન કરવું એમ ધર્મમાર્ગે ચાલ્યા જવું. આ સાંભળી શેવાળીઆઓએ વૃદ્ધવાદી જીત્યા એમ કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org