________________
પ્રબંધ ચિંતામણિ ઇ. સ. પૂર્વે પહેલા શતકમાં શોને પિતાના દેશમાંથી નસાડનાર શકારિ વિક્રમાદિત્ય ઉજજેનમાં થઈ ગયા હોવાને સંભવ છે છતાં શકે છેલ્લે વિનાશક તે વિક્રમાદિત્ય બિરૂદધારી (ઈ. સ. ૩૮૦ થી ૪૧૪) ચંદ્રગુપ્ત બીજે જ છે. (કેમ્બ્રીજ હીસ્ટરી Vol. I. p. 531 to 533). તે ઉપર આપેલા છે. રેપ્સનના મતથી આગળ વધીને શ્રી. કાશીપ્રસાદ જયસ્વાલ ગૌતમીપુત્ર શાતકણને જ વિક્રમ સંવતના મૂળરૂપ શકારિ વિક્રમાદિત્ય કહે છે; અલબત્ત વિક્રમ સંવત તેણે પિતે નહેતે ચલાવ્યું પણ માળવાના લકેએ. આ ગૌતમી પુત્ર શાતકર્ણએ જે શકરાજાને હરાવ્યો અને અવન્તીમાંથી કાઢયે તે શક નહાપાન. આ અનુમાન માટે એમણે જૈન શ્રત પરંપરાને–ખાસ કરીને “શાલવાહને નરવાનની રાજધાનીને વારંવાર હુમલા કરીને લીધી” એ અર્થની આવશ્યક સૂત્રની ટીકામાં ઉતારેલી એક ગાથાનો તથા તે ઉપરની કથાનો આધાર લીધે છે.
એજ લેખક કહે છે કે માળવાના સીક્કાઓ જોતાં ઈ. સ. પૂર્વેના પહેલા શતકમાં માલનાગણે કેાઈ વિજયના સ્મરણમાં સાઓ પાડયા છે (માઢવારિચય). હવે આ વિજય તે શકે ઉપર મેળવેલે વિજય હોવો જોઈએ અને માળવાના લેકે એ જ એ વિજયના સ્મરણમાં માલવ સંવત ચાલુ કર્યો હશે. માળવાના લેકેએ ગૌતમી પુત્ર શાતકણું ને શકે ઉપરની ચડાઇમાં મદદ કરી હોય એ પણ સંભવ છે.
વિક્રમાદિત્યની રાજધાની પૈઠણમાં હોવાની બુતપરંપરાને પણ ઉપરના અનુમાન સાથે મેળ બેસે છે. આ સમગ્ર વિષયની સવિસ્તર ચર્ચા માટે The Journal of the B. & 0. Research Society de ૧૯૩૦ ના Vol. XVI. part 3 & 4 માં શ્રી. કા. જયસ્વાલને Problems of Saka-Satavahana History નામને લેખ જુઓ. પણ આ ગૌતમીપુત્રને વિક્રમાદિત્યનું બિરૂદ મળ્યું નથી. આ બિરૂદ મેળવનાર તે ઈ. સ. ચેથા શતકમાં શકેને નાશ કરનાર ચંદ્રગુપ્ત બીજે જ; એ દાનવીર પણ હતો જ. પાછળથી દંતકથામાં આન્ધ રાજા ગૌતમીપુત્ર અને ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બેય શક જેતાઓની એકતા થઈ ગઈ હોવાનો સંભવ માનવાથી ઘણે ખુલાસે થઈ શકે છે, પણ જયસ્વાલને મત ઐતિહાસિક મુશ્કેલીઓ વગરને છે એવું નથી.
સિદ્ધસેન દિવાકર અને વિક્રમાદિત્ય જૈન મૃતપરંપરા પ્રમાણે વિક્રમાદિત્યના ગુરૂ તરીકે શ્રી સિદ્ધસેન દિવાકર પ્રસિદ્ધ છે. પ્રબંધચિંતામણિકારે એ સંબંધ સ્પષ્ટ કહ્યો છે. બીજા ગ્રંથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org