________________
વિક્રમાક પ્રબંધ
૧૫
(૧૬) આપણા રાજાને (સંસાર સમુદ્રમાંથી) તારનાર કૃષ્ણ કહી શકાય. રાત પૂરી થઇને લગભગ સવાર થવા આવ્યું ત્યાં સુધી રાજાએ ઉત્તરાર્ધ સાંભળવા માટે વાટ જોઇ પણ ન સંભળાયું; એટલે નિરાશ થઇને મહેલમાં જઇને ઊંઘી ગયા. સવારે પ્રાતઃ કૃત્યથી પરવારી રાજાએ તે બ્રાંચીને ખાલાવી ઉત્તરાર્ધ પૂછ્યું ત્યારે નીચે પ્રમાણે કહ્યું:
(પણ) જગત્ દરિદ્રતામાં ડુખી ગયું છે, અને અલિ ( કરેા તથા બીજો અર્થ બલિરાજા )નાં બંધનેા હજી છુટયાં નથી.
શ્રી સિદ્ધસેને આપેલા ઉપદેશની આ પુનરૂક્તિ છે એમ નક્કી કરીને રાજાએ પૃથિવીને ઋણમુક્ત કરવાના આરંભ કર્યાં.×
× આ સ્થળે એક હસ્ત પ્રતમાં નૃપતિ મનેાનુસારીઁ પૃથ્વીરસ પ્રબંધ નામને એક ટકા વધારે છે. ( જુએ મૂળ પૃ. ૧૫ ,િ ૧ ) એજ મતલખની વાત કરી ઇક્ષુરસ પ્રમધ નામથી ભોજપ્રબધમાં મળે છે તેના સાર નીચે આપ્યા છે:—
એક દિવસ ઉજ્જૈનમાં ભટ્ટ માત્રને સાથે લઇને વિક્રમરાન મહાકાળના મદિરમાં નાટક જોવા છુપા વેષમાં ગયા હતા, ત્યાં જે શહેરીને પુત્ર નાટક કરાવતા હતા તેની સ ંપત્તિનું વર્ષોંન સૂત્રધારને માઢ પ્રસંગેાપાત્ત સાંભળીને રાન્તને તેની સપત્તિ લેવાના લાભ થયા. અમુક વખત પુછી રાનને તરા લાગી એટલે મુખ્ય વેશ્યાને ઘેર જઈ ભટ્ટ માત્ર મારફત પાણી માગ્યું. ત્યારે મુખ્ય વેશ્યા પેાતાનાં માણસાને કહીને રાન્ન માટે શેરડીનેા રસ લેવાને વાડીએ ગઇ. ત્યાં શેરડીમાં સૂચા મારીને કાઢતાં તે અર્ધા ઘડે પણ ન ભરી શકી એટલે કચવાઇને પ્યાલે ભરીને ઝાઝીવારે આવી, રાજાએ શેરડીને રસ પીધા પછી ભટ્ટ માત્રે વાર લાગવાનુ તથા ખિન્ન થયાનું કારણ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે “સાધારણ રીતે એક શેરડીમાંથી આખા ધડા અને એક પ્યાલા ભરાય છે. આજ ધડેયે પૂરો ન ભરાયા. તેનું કારણ સમજાતું નથી.” ત્યારે ભટ્ટ માત્રે કહ્યું “ તમે પાકટ બુદ્ધિનાં છે માટે તમેજ કારણુ વિચારીને કહે. વેશ્યાએ કહ્યું કે પૃથ્વી પતિનું મન પ્રશ્નની વિરૂદ્ધ થયું. માટે પૃથ્વીને રસ ક્ષીણ થયા,' રાજાને પણ તેની બુદ્ધિની કાળતા જોઈ ને આશ્ચય થયું, અને પછી પેાતાના મહેલમાં સુતાં સુતાં વિચાર કર્યો કે “ પ્રજાને પીડા કર્યા વગર પણ માત્ર પ્રજા વિરૂદ્ધ વિચાર કરવાથી પૃથ્વીના રસની હાનિ થઈ માટે હું તેા પ્રશ્નને નહિ પીડુ’" આ પ્રમાણે નિશ્ચય કરીને પરીક્ષા કરવા બીજી રાતે તેને ધેર ગયા, ત્યાં તરતજ તેણે આનંદથી શેરડીના રસ લાવી આપ્યા, જે પીને રાન્ત મહેલમાં જઈને સુઈ ગા. અને ભટ્ટ માર્ગે પૂછતાં વેશ્યાએ હવે રાજાનું મન પ્રજા ઉપર રાજી છે એમ કહ્યું. રાજાએ પેાતાના રાતનેા વૃત્તાન્ત કહીને તે વેશ્યાને, ખીન્નનું ચિત્ત સમજવાની તેની કુશળતાથી પ્રસન્ન થઇને હાર આપ્યા.
**
..
આ ચાખી લેાકકથા છે. અનેક રાજાઓને નામે ઘેાડાપણા ફેરફારથી ચડેલી મળે છે. ભેાજપ્રખ`ધમાં મૂળમાં છે. કલાપિ કવિએ પણ ગ્રામ્યમાતા નામથી એક કાવ્ય લખીને આ લાકકયાને અમર કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org