SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ ચિંતામણિ ૧૦ એક વખત મારા જેવો કે જેને રાજા ભવિષ્યમાં થશે કે? એમ રાજાએ પૂછયું એટલે શ્રી સિદ્ધસેન સૂરીએ જવાબ આપ્યો કે – (૧૭) હે વિક્રમ રાજા, આજથી ૧૧૯૯ વર્ષ જતાં, તારા જેવો કુમાર (કુમારપાલ) રાજા થશે. ૧૧ વળી એક વખત પિતે જગત ઋણરહિત કરતા હતા ત્યારે, પિતાના ઉદારતાના ગુણથી અહંકાર આવી જતાં સવારે એક કીર્તિસ્તંભ ઉભે કરાવીશ એમ વિચાર કરતા વિક્રમ રાજા રાતે વીરચર્યાવક તરીકે ચૌટામાં ફરતા હતા, ત્યાં સામ સામા લડતા બે આખલાઓના ત્રાસથી, (પાસે આવેલી) દરિદ્રતાથી પીડાતા કાઈક બ્રાહ્મણની જૂની બળદ બાંધવાની ઝુંપડીના થાંભલા ઉપર ચડીને બેઠા, ત્યાં તે જ બે આખલાઓ આવીને એ થાંભલાને વારંવાર શીંગડા મારવા લાગ્યા. આ અરસામાં તે ઘરને ઘણું બ્રાહ્મણ અકસ્માત જાગી ગયું અને આકાશમાં શુક્ર અને ગુરૂથી ચંદ્ર મંડળને રોકાયેલું જોઈને તેણે પિતાની સ્ત્રીને જગાડી અને ચંદ્ર મંડળની સ્થિતિથી સૂચિત રાજાનું તે પ્રાણસંકટ જાણીને તેની શક્તિ માટે હેમવાના દ્રવ્યો લાવવાનું કહ્યું.૩૭ આ બધી વાતચિત રાજા સાંભળતો હતો ત્યાં તે બ્રાહ્મણની સ્ત્રીએ જવાબ આપ્યો કે “આ રાજા પૃથિવીને મુક્ત કરવા તૈયાર થયા છે; છતાં મારી સાત કન્યાઓને પરણાવવા માટે દ્રવ્ય જોઈએ છીએ તે તે મને આપતો નથી, પછી શાન્તિ કર્મ કરીને(તમારે) એને સંકટમાંથી શા માટે છોડાવવો જોઈએ?” આ પ્રમાણેનાં બ્રાહ્મણ પત્નીનાં વચનથી સર્વથા જેને ગર્વ ગળી ગયો છે એવા રાજાએ તે સંકટમાંથી છુટીને, કીર્તિસ્તંભની વાત ભુલીને, લાંબા વખત સુધી રાજ્ય કર્યું. (૮૧) હે વિક્રમ રાજા, જો કે તે કષ્ટ વેઠ્ય, સાહસને છુટું મુકી દીધું ૩૬ રાજાઓ ઘણીવાર તે છુપ વેષ લઇને–અંધારપછેડે ઓઢીને નગરચર્ચા જોવા નીકળતા અને એ રીતે મળેલી માહીતીને પ્રજાના દો દૂર કરવામાં ઉપગિ કરતા; પિતાના અધિકારીઓ વિરૂદ્ધની ફરિઆ આ રીતે જ સાંભળવામાં આવતી, એમ લોકસાહિત્યની પ્રસિદ્ધિ છે. આ લોકકથાનો આદર્શ વ્યવહારમાં કેટલે ઉતરતે તે કહેવું કઠણ છે, પણ વીરચર્યા શબ્દ એ માટે વપરાયેલ છે. ૩૭ ઉપરની વાતમાં રાજાને સંકટ સૂચક જે ચંદ્રમંડળના યુગની વાત છે તે વિષે કોઈ ગ્રન્થને ક એક પતમાં ઉતરેલો મળે છે (જુઓ મૂળ પૃ.૧૪ ટિo). આ વાતને મળતી વાત એક જાતક કથા ( નં. ૨૯૦) માં પણ મળે છે. ૩૮ મૂળમાં મુ જાણે એમ શબ્દ છે તેને અર્થનીએ Thou has lost the courage તે સાહસ છોડી દીધું. એવો કર્યો છે પણ વિકમે છેલ્લા દિવસોમાં સાહસિક સ્વભાવ છોડી દીધો હતો એવું કઈ દંતકથામાં, આ ગ્રંથમાં કે મારે જાણવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy