________________
૧૪
પ્રબંધ ચિંતામણિ
- (૧૦) હમેશાં તમે બધું આપે છે એવી તમારી સ્તુતિ ડાહ્યાજને કરે છે તે ખોટું છે; કારણ કે શત્રુઓને તમે પીઠ આપતા નથી અને પરસ્ત્રીઓને છાતી આપતા નથી. ૩
(૧૧) હે રાજા, તમારા મુખમાં સરસ્વતી રહી છે, અને કરકમળમાં લક્ષ્મી રહી છે તે શું કીતિને કાંઈ ક્રોધ ચડે છે કે એ પરદેશ ગઈ? ૪
(૧૨) જેમાં માર્ગણોને૩૪ સમૂહ તમારી પાસે આવે છે અને ગુણ દિગંતમાં જાય છે એવી આ અપૂર્વ ધનુર્વિદ્યા તમે ક્યાંથી શીખ્યા ? ૫
(૧૩) તમારાં યુદ્ધનાં વાજે વાગતાં, હે રાજન નીચે પ્રમાણે ચમકાર થયો. શત્રુઓના હૃદયરૂપી ઘડાઓ કુટી ગયા અને શત્રુઓની સ્ત્રીઓનાં નેત્રોમાંથી પાણી ગળવા લાગ્યાં. ૬
(૧૪) તમારા મુખ કમળમાં સરસ્વતી (વાણી–બીજો અર્થ સરસ્વતી નામની નદી) વસે છે. અને તારો હેઠ જ શોણ (લાલ અને બીજો અર્થ શેણ રામને નદ) છે; અને કાકુસ્થ (એક સૂયૅવંશી રાજા) રાજાના પરાક્રમની યાદ આપે એ તારો જમણે હાથ એ સમુદ્ર (મુદ્રાઓ વાળા) છે. આ તમારી પડખે હમેશાં રહેલી સેનાઓ (અથવા નદીઓ) ક્ષણ પણ તમને વિતા મુકતી નથી, અને તે રાજા તમારી અંદર આ સ્વચછ માનસ (મન અને માનસ સરેવર) છે, પછી તમને પાણી પીવાની ઇચ્છા શા માટે થાય છે? ૭૫
(૧૫) (આઠ કોટિ સુવર્ણ-વગેરે લેક આગળ પૂરો આપ્યો છે. ).
૯ એજ રાતે વિક્રમ રાજા વીરસ્ય તરીકે શહેરમાં ફરતા હતા ત્યાં એક ચીના મોઢામાંથી નીચે અર્ધી ક વારંવાર સાંભળ્યા
૩૪ સાધારણ રીતે ધનુષ્યની દેરી ખેચાઈને ધનુષ્ય ધરનારની નજીક જાય અને ફેંકવામાં આવેલું બાણ છેટે જાય. અહીં માર્ગણ એટલે બાણ તથા માગણ અને ગુણ એટલે દેરી તથા ગુણે એ રીતે એ બે શબ્દોના બે અર્થનો લાભ લઈને રાજાની પ્રશંસા કરી છે.
૩૫ ઉપરનાં સાતે સુભાષિત ક્ષેમકરની સિંહાસન કાત્રિશિકામાં છે. અને છે. દી. શાસ્ત્રીએ સિં, દ્વા. વગેરે સાધનો ઉપરથી પહેલાં બે સિદ્ધસેન અને રાજાની ઉક્તિ પ્રયુક્તિરૂપે, અને પછીનાં ચાર સિદ્ધસેન બોલ્યા અને બદલામાં વિક્રમરાજાએ ચારે દિશાનું રાજ્ય આપ્યું, અને પછી પગમાં પડી જૈન ધર્મ થયો એમ અર્થ કર્યો છે. આ કે ખરી રીતે સુભાષિત જ છે અને સુભાષિતાવલી વગેરે સુભાષિત સંગ્રહોમાં જુદાં જુદાં નામથી એમાંના કેટલાક આપેલા છે. જુએ મૂળ પ. ૧૧,૧૨ ટિ. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org