SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વિકમાર્ક પ્રબંધ રાજાનાં સામુદ્રિક લક્ષણો જોઈને માથું ધુણાવ્યું એટલે રાજાએ તેને તેના વિષાદનું કારણ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે “તમે (સામુદ્રિક) અપલક્ષણને ભંડાર છો છતાં છ— દેશોની સામ્રાજ્ય લક્ષ્મી તમે ભોગવે છે એ જોઈને મને સામુદ્રિક શાસ્ત્ર ઉપર નિર્વેદ આવી ગયો છે. જેના પ્રભાવથી તમે પણ રાજ્ય કરે એવું કોઈ વિચિત્ર અંત્ર (આંતરડું-સામુદ્રિક ચિહ્ન) હું તમારામાં દેખતે નથી.” આવું તેનું વચન સાંભળતાં પિતાના પેટમાં મારવા રાજાએ તરવાર ખેંચી અને જ્યાં મારવા જાય છે ત્યાં પેલા સામુદ્રિક શાસ્ત્રીએ “આ શું કરે છે?એમ પૂછયું. ત્યારે શ્રી વિક્રમે કહ્યું કે “પેટ ચીરીને તને એવું આંતરડું (ચિહ્ન) દેખાડું છું” ત્યારે તેણે કહ્યું કે “બત્રીશપ (સામુદ્રિક) લક્ષણેથી અધિક (પ્રભાવવાળું) આ તમારું સત્વ રૂપ લક્ષણ મારા જાણવામાં નહોતું.” એટલે રાજાએ તેને ઇનામ આપીને વિદાય કર્યો. આ પ્રમાણે સર્વપરીક્ષા પ્રબંધ પુરે થયે.૨૬ ૬ વળી એક વખત પરકાયપ્રવેશની વિદ્યા વિના બધી કળાએ નકામી છે એમ સાંભળીને એ વિદ્યા મેળવવા માટે શ્રી પર્વત ઉપર ભૈરવાનન્દ યોગી પાસે જઈને શ્રી વિક્રમરાજાએ તેની લાંબા વખત સુધી સેવા કરી. વિક્રમ આવ્યા પહેલાંથી આ મેગીની સેવા કરતે એક દ્વિજ પણ ત્યાં હતા; તેણે રાજાને કહ્યું કે “તમારે મને મુકીને ગુરૂ પાસેથી આ વિદ્યા ન લેવી”. આ પ્રમાણે, તેણે આગ્રહવાળી વિનતિ કરેલી હોવાથી જ્યારે ગુરૂ વિદ્યા આપવા તૈયાર થયા ત્યારે શ્રી વિક્રમે ગુરૂને વિનતિ કરી કે “પહેલાં આને વિદ્યા આપો અને પછી મને આપ.” “એ આ વિદ્યા લેવા માટે સર્વથા અયોગ્ય છે” એમ ગુરૂએ વારંવાર કહ્યા છતાં જ્યારે વિક્રમે ન માન્યું; ત્યારે “તને પશ્ચાત્તાપ થશે” એમ ઉપદેશ આપીને રાજાના આગ્રહથી તે બ્રાહ્મણને ગુરૂએ પરકાયપ્રવેશ વિદ્યા આપી. પછી ત્યાંથી પાછા વળીને બેય ઉજજેન આવ્યા. ત્યાં રાજાના પાટવી હાથીના મરણથી શકમાં પડેલા રાજલોકને જોઈને પરકાયપ્રવેશ વિદ્યાને અનુભવ લેવા માટે રાજાએ પિતાના હાથીના શરીરમાં પ્રવેશ કર્યો. પછી શું બન્યું તે નીચેના ઑકમાં વર્ણવ્યું છે – ૨૫ મહાપુરૂષનાં બત્રીશ લક્ષણો અનેક રીતે ગણાય છે. ભગવાન બુદ્ધનાં CHQU HR2 ogãli Kern's Manual of Buddhism p. 62. ર૬ આ સામુદ્રિક અપલક્ષણવાળી કથા ક્ષેમકરની સિંહાસન દ્વાર્નાિશિકામાં જુદી રીતે મળે છે જુઓ કયા ૨૯ મી]. - ૨૭ શ્રી પર્વતને ઉલ્લેખ ભવભૂતિના માલતી માધવ નાટકમાં મળે છે, તે યોગીઓના રહેઠાણ તરીકે પ્રખ્યાત હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy