________________
પ્રબંધ ચિંતામણિ (૫) રાજાએ બ્રાહ્મણને પોતાના શરીરનું રક્ષણ કરવા રાખીને પિતાના હાથીના શરીરમાં પ્રવેશ કર્યો એટલે લાગ જોઈને તે બ્રાહ્મણે રાજાના શરીરમાં પ્રવેશ કર્યો (અને પછી તે તે શ્રી વિક્રમ તરીકે રાજ્યને તથા રાજાની રાણીઓને પણ ઉપભોગ કરવા લાગ્યો. ) પછી (હાથીના શરીરમાં રહેલા) રાજાએ (આ સ્થિતિ જોઈને, રાણીએ) પાળેલા પિપટના શરીરમાં પ્રવેશ કર્યો, અને પછી મરેલી ઘરાળીના શરીરમાં પ્રવેશ કર્યો (જેથી પિપટ મરી ગયે) એટલે (પિતાને વહાલા પોપટના મરણના શેકથી) રાણી મરી જશે એમ વિચાર કરીને જે બ્રાહ્મણે પોપટના શરીરમાં પ્રવેશ કરીને તેને જીવાડયે કે તરત શ્રી વિક્રમે પોતાના શરીરમાં પ્રવેશ કર્યો.
આ રીતે શ્રી, વિકમને પરકાય પ્રવેશ વિઘા સિદ્ધ થઈ. ૨૮
૭ વળી એક વખત શ્રી વિક્રમ રાજા માર્ગ ઉપરથી જતા હતા ત્યાં તે નગરમાં વસતા શ્રી સંધ જેની પાછળ ચાલે છે તથા બન્દી જનોનાં ટાળાં જેની “સર્વજ્ઞ પુત્ર” એમ સ્તુતિ કરે છે, એવા શ્રી સિદ્ધસેન આચાર્યને આવતા જોયા અને “સર્વજ્ઞ પુત્ર' એ શબ્દ સાંભળીને રાજાને ક્રોધ થયો એટલે તેની સર્વજ્ઞતાની પરીક્ષા કરવા માટે તેને માનસિક નમસ્કાર કર્યા.
સિદ્ધસેને પણ પહેલાં મેળવેલી વિદ્યાના બળથી રાજાના ભાવને જાણીને, જમણો હાથ ઉંચો કરીને “ધર્મલાભ ” એ રીતે આશીર્વાદ આપ્યો. અને રાજાએ આશીર્વાદ આપવાનું કારણ પૂછ્યું, ત્યારે તે મહર્ષિએ તમે કરેલા માનસ નમસ્કાર માટે આશીર્વાદ અપાવે છે, એમ કહ્યું એટલે એના જ્ઞાનથી ચકિત થયેલા રાજાએ તેના પારિતોષિક તરીકે એક કોડ સુવર્ણ આપ્યા.
૨૮ શ્રી વિક્રમે પરકાયપ્રવેશ વિદ્યા મેળવ્યાની આ કથા જરા જુદી રીતે પ્રબંધ કોશમાં કહેલી છે. એમાં પટ્ટહસ્તીને બદલે પટ્ટા (પાટવી ઘેડો આવે છે.)
પરકાયપ્રવેશ વિદ્યાની માન્યતા જુના કાળમાં બહુ પ્રચારમાં હોય એમ લાગે છે, કથા સરિત્સાગરમાં એક કરતાં વધારે સ્થળે પરકાયા પ્રવેશની કથા મળે છે. શંકર દિગ્વિજયમાં પણ છે અને આ પુસ્તકમાં પણ પાંચમાં પ્રકાશમાં આ વિદ્યાને નન્દ પ્રબંધ નામનો પ્રબંધ છે.
૩૦ નિષ્ક કે સુવર્ણ એટલે સેનાને સીકો. જૂના કાળમાં જુદા જુદા રાજવંશએ જુદી જુદી જાતના તથા ભિન્ન ભિન્ન વજનના સોનાના સીક્કા પડાવ્યા હતા એ ઇતિહાસ પ્રસિદ્ધ છે. પણ આ ગ્રંથકારે એના વખતમાં ગુજરાતમાં પ્રચલિત સેનાના સીકાનો ઉલ્લેખ કર્યો છે એમ માનવાની જરૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org